એક તરફ કચ્છ રેન્જના આઇ.જી ગુન્હાખોરી સહિત વ્યાજખોરો સામે કડક હાથે કામ લેવા એક્શન મુડમાં છે ત્યારે વ્યાજખોરો લાજવાને બદલે ગાજી રહ્યા છે ભુજના વિપ્ર યુવકને વ્યાજ મુદ્દે હેરાન કરવા મુદ્દે પોલિસે 9 શખ્સો સામે કડક કાર્યવાહી કરવા છંતા વ્યાજખોરોની ધમકી અને પૈસાની કડક ઉઘરાણી બંધ ન થઇ હોય તેમ વધુ એક વ્યાજખોરોના આંતકનો કિસ્સો પોલિસ ચોપડે ચડ્યો છે ભુજના આત્મારામ સર્કલ નજીકની બકાલી કોલોનીમાં રહેતા ઝહીર અબ્બાસ અભુભાઇ બાયડે આ મામલે બે શખ્સો વિરૂધ્ધ બી-ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે અને તેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે ઝહીર બાયડની ફરીયાદ છે કે તેને 3 લાખ રૂપીયા વ્યાજે લીધા બાદ બે શખ્સો દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી સાથે લમણે રીવોલ્વર રાખી જાનથી મારી નાંખવાની ધમકી અપાઇ રહી છે.
વ્યાજખોરોએ ફોન પર ધમકી આપી અને રીવોલ્વર સાથે કહ્યુ ઉડાડી દઇશ
ઝહીર બાયડે ગઇકાલે આ મામલે બી-ડીવીઝન પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે જેમાં ભુજમાંજ રહેતા રજાક અલીમામદ બાફણ અને એજાજ અલિમામદ બાફણ પાસેથી તેણેે 3 લાખ રૂપીયા વ્યાજે લીધા બાદ છેલ્લા 3 મહિનાથી પૈસા મેળવવા માટે તેઓ સતત દબાણ અને ધમકી આપી રહ્યા છે અને 23 તારીખે આ મામલે તેને ફોન પર ધમકી આપી તેના પરિવારની હાજરીમા રીવોલ્વર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે મામલો કાલે બી-ડીવીઝન પોલિસ મથકે પહોંચતા પોલિસે ફરીયાદ નોંધી તેની તપાસ શરૂ કરી છે.
એક તરફ પશ્ર્ચિમ કચ્છ પોલિસ વ્યાજખોરો સામે એકશનમાં છે પરંતુ વ્યાજખોરો પણ જાણે પોલિસ એક્શનને રીએક્શન આપી રહ્યા હોય તેમ લાજવાને બદલે ગાજી રહ્યા છે અને પઠાણી ઉઘરાણી સાથે હવે ઘાતક હથિયાર સાથે ધમકી આપી પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે જો કે હવે આ મામલે ફરીયાદ નોંધાઇ છે ત્યારે જોવુ રહ્યુ પોલિસની ગીરફ્તમાં વ્યાજખોરો ક્યારે આવે છે.