Home Crime કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં વધુ 4 ને જામીન સાથે તમામ 8 આરોપી જેલ...

કચ્છના બહુચર્ચીત નલિયાકાંડમાં વધુ 4 ને જામીન સાથે તમામ 8 આરોપી જેલ મુક્ત

2183
SHARE
કચ્છનો સૌથી ચર્ચાસ્પદ એવો નલિયા સામુહીક દુષ્કર્મકાંડ એક વર્ષ સુધી ગાજ્યા બાદ આમતો રાજકીય રીતે શાંત પડ્યો હતો જો કે ફરી બે સપ્તાહથી આ કેસ ચર્ચામાં છે કેમકે અગાઉ અનેકવારની અરજીઓ છંતા હાઇકોર્ટ સુધી જે આરોપીઓના દુષ્કર્મ કેસમાં જામીન ના મંજુર થયા તે તમામ આરોપીઓ હવે મુક્ત થયા છે આજે ભુજ સેસન્સ કોર્ટે વધુ ચાર આરોપીઓને જામીન મુક્ત કર્યા છે આમતો આ અંગેની સુનાવણી ગઇકાલેજ પુરી થઇ હતી અને આરોપીને જામીન મળશે તેવી પુરી શક્યતા હતી ત્યારે આજે સેસન્સ કોર્ટે આ અંગે ચુકાદો આપતા વધુ 4 આરોપીના જામીન મંજુર કર્યા હતા આમ હવે બે સપ્તાહ જેટલા ટુંકા ગાળામાં તમામ 8 આરોપી પોણા બે વર્ષ બાદ જેલ મુક્ત થયા છે.

નલિયા દુષ્કર્મકાંડનો ઘટનાક્રમ

25 જાન્યુઆરી 2017ના દિવસે નલિયા દુષ્કર્મકાંડની ફરીયાદ નોંધાઇ 

ભારે રાજકીય હોબાળા બાદ ફેબ્રુઆરી મહિનામાં તમામની ધરપકડ 

કોગ્રેસે બેટી બચાવો યાત્રા સાથે કચ્છના બહુચર્ચીત ઘટનાનો કર્યો વિરોધ 

રાજ્યની મહિલા આયોગની ટીમ કચ્છમાં તપાસ માટે દોડી આવી 

ત્યાર બાદ કેસમાં વિવિધ પાત્રોને લઇને ભારે વિરોધ હોબાળો અને વંણાક આવ્યા 

11 સ્પ્ટેમ્બરના 2018ના કેસમાં સંડોવાયેલ વિનોદ વિસનજી ઠક્કરને હાઇકોર્ટે જામીન આપ્યા 

19 તારીખે વધુ ત્રણ આરોપીને ભુજની સેસન્સ કોર્ટે જામીન આપ્યા 

અને આજે ફરી સેસન્સ કોર્ટે વધુ 4 તહોમતદારને જામીન પર મુક્ત કર્યા 

વિપુલ ઠક્કર કેસમાં એક એવુ પાત્ર જે હજુ પણ કોયડો 

કેસના કુલ 8 વગદાર તહોમતદારને તો પોલિસે ફરીયાદના તુરંત બાદ ઝડપી પાડ્યા અને તેમાંથી જે લોકો ભાજપ સાથે જોડાયેલા હતા તેને ભાજપે સસપેન્ડ પણ કર્યા પરંતુ નલિયાકાંડમા કેટલાક પાત્રો એવા હતા જેના નામ તો સામે આવ્યા પરંતુ કાયદો તેના સુધી પહોંચી શક્યો નહી જેમા ભાભી અને અતુલ ઠક્કરના નામ સામે આવ્યા પરંતુ તપાસ દરમ્યાન તેની કોઇ ભુમીકા સામે ન આવી પરંતુ વિપુલ ઠક્કરનુ નામ પણ આ કેસમાં પિડીતાએ આપ્યુ હતુ પરંતુ તે હજુ પણ એક કોયડા સમાન છે અને તેને કચ્છ પોલિસ ખાસ નલિયાકાંડ માટે રચાયેલી ટીમ શોધી શકી નથી.
આજે આ કેસમા સંડોવાયેલા તમામ 8 ને પોણા બે વર્ષે જામીન પણ મળી ગયા પરંતુ વિપુલ ઠક્કર કોણ છે. તે હજુ પણ સામે આવ્યુ નથી
કચ્છને કંલકીત કરતી આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ગુજરાત રાજ્ય સાથે બહારના રાજ્યોમાં પણ ભાજપની છબી ખરડતી આ ઘટનાની ચર્ચા હતી કદાચ કેસની ગંભીરતા સાથે કેસ હાઇપ્રોફાઇલ હોવાથીજ કોર્ટમાંથી આરોપીને જામીન મળતા ન હતા પરંતુ પિડીતાએ છેલે આપેલી જુબાની અને કેસના કેટલાક પહેલુને ધ્યાને રાખી એક પછી એક તમામ 8 આરોપીની અંતે કોર્ટે મુક્તી કરી છે જો કે કેસમાં પિડીતાએ કેટલીક બાબતોમાં ફેરવી તોળતા એક સમયે આ કેસમાં વંણાક આવ્યો હતો પરંતુ હવે જામીન મુક્તી પછી સૌ કોઇની નજર આ કેસમાં કોર્ટના ચુકાદા પર રહેશે..જો કે હાલ તમામની મુક્તી સાથે તેમના ઘરે દિવાળી જેવી ખુશી ફેલાઇ છે.