ખાદ્ય પદાર્થમાં ભેળસેળ ના કિસ્સા સામાન્ય બની રહ્યા છે રાજ્યભરમાં ખાદ્ય પદાર્થમાં થતી મિલાવટ સામે ફૂડ વિભાગ કાર્યવાહી કરતું રહ્યું છે ત્યારે ભુજમાં પણ ફૂડ વિભાગે નકલી ઘી સહિત અનેક કિસ્સાઓમાં અગાઉ કાર્યવાહી કરી છે આવીજ કાર્યવાહી દરમ્યાન ભુજની પાલારા ખાસ જેલમાંથી લેવાયેલા ખોરાક માટેના મસાલાના સેમ્પલમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે 21 જુલાઈના ફૂડ વિભાગે હાથ ધરેલી કાર્યવાહી દરમ્યાન ભુજ જેલમાંથી અંજલિ બ્રાન્ડના હળદર,ધાણા અને મરચા પાવડરના સેમ્પલ લીધા હતા અને લેબોરેટરી માટે મોકલી આપ્યા હતા લેબ.રિપોર્ટ અનુસાર લેવાયેલા સેમ્પલમાં ભેળસેળ હોવાનું બહાર આવતા ફૂડ વિભાગે જેલમાં મસાલા સપ્લાય કરતા વેપારીઓ પાસેથી પણ સેમ્પલ લીધા છે રાજકોટની મોહિત ઇન્ડસ્ટ્રીઝના અંજલિ બ્રાન્ડ મસલાના કચ્છના વિતરક ભણસારી પ્રવિનચંદ્ર ચુનીલાલની પેઢીમાંથી ફૂડ વિભાગે સેમ્પલ લઈને રાજ્યની લેબોરેટરીમાં પૃથકરણ માટે મોકલ્યા હોવાનું ફૂડ સેફટી ઓફિસર સી.કે.નિમાવત અને એ.જે.ચાવડાએ જણાવ્યું હતું. મસાલાની સાથે સાથે મીઠાના સેમ્પલના નમૂના પણ ગુણવતા સભર ન હોવાનુ બહાર આવ્યું છે કચ્છના પડાણા સ્થિત ટીપ ટોપ કંપની ના મીઠામાં આયોડિનનું પ્રમાણ ગુણવત્તાયુક્ત ન હોવાનું જણાયું છે જોકે આ કિસ્સામાં ક્યાં અને કોના દ્વારા ભેળસેળ કરાઈ એ ફૂડ વિભાગની તપાસના અંતે બહાર આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગની કામગીરી વચ્ચે ભુજ નગર પાલિકા સહિત જિલ્લાની અન્ય પાલિકાઓ પણ ભેળસેળ બાબતે સક્રિય બને એ સમયની માંગ છે.