એક સમય હતો જ્યારે બાળકો તો શુ મોટેરા પણ પોલિસનુ નામ પડે એટલે ડરી જતા પરંતુ પોલિસ પ્રજાનો મિત્ર છે તે દર્શાવવા માટે પોલિસે વિવિધ આયોજન અને કાર્યક્રમો ઘડ્યા અને આજે નિર્ભય રીતે લોકો પોલિસ મથકો સુધી ફરીયાદ માટે પહોંચી રહ્યા છે જો કે બાળકો પોલિસ સાથે ફેન્ડ્રલી રહી શકે તે માટે સરકાર અને પોલિસ વિભાગે દરેક પોલિસ મથકોએ એક નવો કન્સેપ્ટ શરૂ કર્યો અને તેમા કચ્છના એક પોલિસ મથકે રાજ્યના 900 પોલિસ મથકોમાં પ્રથમ ક્રમ મેળવ્યો અને તે પોલિસ મથક છે સ્માર્ટ પોલિસ મથક મુન્દ્રા આજે ટાઉનહોલ ગાંધીનગર ખાતે મુન્દ્રાના પોલિસ ઇન્સપેક્ટર એમ.એન.ચૌહાણે આ એવોર્ડ પશ્ર્ચિમ કચ્છ પોલિસ વતી સ્વીકાર્યો હતો મુન્દ્રા પોલિસને આ એવોર્ડ ચાઇલ્ડ ફેન્ડ્રલી પોલિસ મથક બનાવવા સંદર્ભે મળ્યો છે.
શા માટે થઇ મુન્દ્રા પોલિસ મથકની ચાઇલ્ડ ફેન્ડ્રલી સ્ટેશન તરીકે પસંદગી?
રાજ્ય પોલિસ વિભાગ અને રાજ્ય બાળ સરક્ષણ આયોગના આયોજનથી પોલિસ વિભાગે દરેક પોલિસ મથકોને ચાઇલ્ડ ફેન્ડ્રલી પોલિસ મથક બનાવવાની સુચના આપી હતી જેમાં પોલિસ મથકે પાસપોર્ટ અને વાલિઓ સાથે કામસર આવતા દરેક બાળકને પોલિસ સ્ટેશનમા યોગ્ય અને ભયમુક્ત વાતાવરણ મળી શકે તે ઉદ્દેશ હતો જેના ભાગરૂપે મુન્દ્રા પોલિસ મથકે ચાઇલ્ડ ફેન્ડ્રીલ રૂમ ઉભો કર્યો હતો જેમાં બાળકો માટે રમતગમત જ્ઞાન સાથેના વિવિધ સાધનો સહિતની સુવિદ્યા ઉભી કરવામા આવી હતી જેનુ નિરીક્ષણ કર્યા બાદ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સરક્ષંણ આયોગે આજે 3 પોલિસ મથકોને શ્રેષ્ઠ પોલિસ મથક તરિકે જાહેર કર્યા હતા જેમા મુન્દ્રા પોલીસ મથક પ્રથમ રહ્યુ હતુ જ્યારે સુરત દ્વિતિય અને ભરૂચ તૃતીય ક્રમે રહ્યુ હતુ
હજુ થોડા સમય પહેલાજ રાપર પોલિસ મથકે આવેલા બાળકોએ પોલિસની કાર્યવાહી બિરદાવી પોલિસને આઇ.લવ.યુ કહ્યુ હતુ જો કે મુન્દ્રા પોલિસ મથકના કાર્યની નોંધ સમગ્ર રાજ્યમાં લેવાઇ છે અને બાળકો પ્રત્યેના માનવીય અભીગમની નોંધ લઇ રાજ્યના બેસ્ટ ચાઇલ્ડ ફેન્ડ્રલી પોલિસ સ્ટેશન તરીકે તેની પસંદ કરાઇ છે ત્યારે આશા છે કે દરેક બાળકો પોલિસ અંકલ પાસે આવા વાતાવરણમાં ફેન્ડ્રલી રહી પોલિસ કાર્યવાહી સહિત કાયદાકીય જાણકારી મેળવી શકે તેવા દરેક પોલીસ મથકો પર વ્યવસ્થા ગોઠવાય અને મુન્દ્રા જેવા આદર્શ પોલિસ મથકો પણ બને.