Home Current ગાગોદરમા મોરના હત્યારાની બાતમી આપનારને 2 લાખ રૂપીયા ઇનામની જાહેરાત

ગાગોદરમા મોરના હત્યારાની બાતમી આપનારને 2 લાખ રૂપીયા ઇનામની જાહેરાત

6913
SHARE
રાપરના માંજુવાસમા સંખ્યાબંધ મોરના શિકારનો મામલો હોય કે પછી તાજેતરમાં રાપરમાં એક સાથે 40 થી વધુ મોરના મોતની ઘટના હોય રાપર વિસ્તારમા વનવિભાગના કડક સુરક્ષાના દાવા હમેશા પોકળ સાબિત થયા છે અને સમયાંતરે વાગડના જુદાજુદા વિસ્તારમા મોરના આકસ્મિક મોત અને શિકારની ઘટના સામે આવે છે ત્યારે ગાગોદરમા મોરના મોત મામલે તટસ્થ તપાસ સાથે વનવિભાગ કોઇ તપાસ ન કરી શકતા ભચાઉના એક ટ્રસ્ટે બે લાખ રૂપીયા ઇનામની જાહેરાત કરી છે આ પહેલા લાખાગઢમા મોરના શિકાર બાદ સ્થાનિકોમાં આરોપી ન પકડાતા રોષ હતો.

વનતંત્ર ભલે તપાસ ન કરે મોરના હત્યારાની બાતમી આપનારને બે લાખ

26 તારીખે મોરના મોતની ઘટના સામે આવી હતી અને એક સાથે 30 જેટલા મોરના મૃતદેહ સેન્ચ્યુરી વિસ્તારમા રાજબાઈ માતાજીના મંદિર નજીકથી મળી આવ્યા હતા અને વનવિભાગની સ્થાનીક ટીમ સહિત ગાંધીનગરથી અધિકારીઓ તપાસ માટે આવ્યા પરંતુ ઝેરી ચણ આપી મોરને મોતને ઘાટ ઉતારનાર હજુ વનવિભાગની ગીરફ્તમા આવ્યા નથી તો લાખાગઢમા પણ મોરના શિકાર બાદ વિરોધ છંતા વનવિભાગ કોઇ ઉંડી કાર્યવાહી કરી શક્યું નથી તેવામાં પ્રથમ દિવસે 30 મોરના મોત સાથે મોરનો મૃત્યુઆંક વઘ્યો છે ત્યારે ભચાઉના ફટક જીવદયા ટ્રસ્ટના હિરજીભાઇ પટેલે બે લાખ રૂપીયાના ઇનામની જાહેરાત કરી છે અને વનતંત્રની નિતી સામે સવાલો પણ ઉભા કર્યા છે.
ગાગોદર,માંજુવાસ,લાખાગઢ અને આવી તો કેટલીય ઘટના મોરની હત્યાની સામે આવી છે જેમા કેટલાકમાં તપાસ થઇ છે કેટલાકમાં અટકી ગઇ છે પરંતુ હવે લોકોમાં રોષ છે અને તેથીજ લાખાગઢની ઘટના મા આત્મવિલોપનની ચિમકી બાદ હવે ગાગોદરમા મોરના હત્યારાની માહિતી આપનારને બે લાખના ઇનામની જાહેરાત કરી લોકોએ વનતંત્રની નિતીને તમાચો માર્યો છે એક તરફ ગુજરાતની ઓળખ એવા સિંહના મોત મામલે સરકાર કડક બનતા વનવિભાગ ધંધે લાગ્યુ છે પરંતુ રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યા મામલે વનવિભાગ ગંભીરતાથી તપાસ ન કરતા હવે લોકો અવનવી જાહેરાત અને વિરોધ સાથે મોરના દુશ્મનોની શોધમાં નિકળ્યા છે..જો કે લોકોના વિરોધને પારખવા સાથે રાષ્ટ્રીય પક્ષીઓના મોતની ઘટનાની ગંભીરતા સમજી વનવિભાગ એક્શનમા આવે તે જરૂરી છે….