Home Social ગાંધી જ્યંતીથી કચ્છમા શરૂ થઈ ‘સ્વચ્છાગ્રહ’ ઝુંબેશ-જાણો આ અનોખી મુવમેન્ટ વિશે

ગાંધી જ્યંતીથી કચ્છમા શરૂ થઈ ‘સ્વચ્છાગ્રહ’ ઝુંબેશ-જાણો આ અનોખી મુવમેન્ટ વિશે

972
SHARE
૨ જી ઓક્ટોબર ગાંધી જ્યંતી ની પૂર્વ સંધ્યાએ કચ્છ માં શરૂ થયેલી ‘સ્વચ્છાગ્રહ’ ઝુંબેશે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ઝુંબેશ ના પ્રેરણાસ્ત્રોત છે અદાણી પરિવારના શિલીનબેન અદાણી!! અદાણી જેવું મોટું ઔદ્યોગિક જૂથ જ્યારે સામાજિક જવાબદારીનું કાર્ય ઉપાડે ત્યારે સ્વાભાવિકપણે તેનો વ્યાપ મોટો જ હોય!! ભુજ મધ્યે અદાણી ગેઇમ્સ મધ્યે અદાણી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલ આ મિશન વિશે માહીતી આપતા શિલીનબેન અદાણી એ જણાવ્યું હતું કે, ગાંધી જ્યંતી થી કચ્છ જિલ્લાની ૪૫૦ શાળાઓ મા ‘સ્વચ્છાગ્રહ’ ઝુંબેશ શરૂ કરાઇ રહી છે, અને એક સંકલ્પ સાથે આપણે સ્વચ્છતા ને ચળવળ બનાવીએ અને ગાંધી જ્યંતી ની ઉજવણી ને સાચા અર્થ મા સાર્થક કરીએ. ‘સ્વચ્છાગ્રહ’ ઝુંબેશ ના પ્રારંભે કચ્છ જિલ્લાની ૪૫૦ શાળાઓના શિક્ષકો માટે બે તબક્કા માં વર્કશોપ નું આયોજન કરાયું હતું. પ્રથમ તબક્કા માં સેમિનાર અને બીજા તબક્કા મા ટ્રેનીંગ અપાઈ હતી. સેમિનાર દરમ્યાન અદાણી ફાઉન્ડેશનના ડાયરેકટર વી. એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, શિક્ષણ ના માધ્યમ થી ‘સ્વચ્છાગ્રહ’ નો લોક જાગૃતિ નો સંદેશ સમગ્ર કચ્છ મા પહોંચાડીને કચ્છને સ્વચ્છ અને સ્વસ્થ જિલ્લો બનાવીએ. જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ અને સંજય પરમારે વર્કશોપ મા ભાગ લેતા શિક્ષકો ને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, શિક્ષકો ખુદ સ્વચ્છતા નો આગ્રહ રાખશે તો વિદ્યાર્થીઓ તેમને અનુસરશે, નાગરિકોને પણ સ્વચ્છતા માટે જાગૃત કરવામા શિક્ષકો નું મહત્વનું યોગદાન આપી શકે છે. અદાણી ફાઉન્ડેશન ના ડાયરેકટર સુષ્માબેન ઓઝાએ જણાવ્યું હતું કે દેશના ૧૭ રાજ્યોની ૪૦૦૦ શાળાઓ મા કાર્યરત ‘સ્વચ્છાગ્રહ પ્રેરકો’ દ્વારા સ્વચ્છતા નો સંદેશ ૨૦ લાખ થી વધારે વિદ્યાર્થીઓ સુધી સફળતાપૂર્વક પહોંચે છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આ મિશન ને શુભેચ્છાઓ પાઠવી હતી. અદાણી ગેઇમ્સ મધ્યે આયોજિત આ ‘સ્વચ્છાગ્રહ’ મિશનના પ્રારંભે કેમ્પસ ડીન ડો. ગુરુદાસ ખિલાણી, ડાયરેકટર ડો. જ્ઞાનેશ્વર રાવ, ફાઉન્ડેશનના સીએસઆર યુનિટ હેડ પંક્તિબેન શાહ, અદાણી પબ્લિક સ્કૂલના અમીબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ‘સ્વચ્છાગ્રહ’ કાર્યક્રમ ના ટ્રેનિંગ ઓફિસર જીજ્ઞેશ વિભાંડીક દ્વારા ‘સ્વચ્છાગ્રહ’ મિશન સફળ બનાવવા પ્રેરક રીતે કામ કેમ કરવું તે વિશે સમજ આપવામાં આવી હતી સાથે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દર્શાવાયું હતું અને ‘સ્વચ્છાગ્રહ’ લોગો નો અર્થ સમજાવાયો હતો. કાર્યક્રમ ને સફળ બનાવવા અદાણી ફાઉન્ડેશન મુંદરા ની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નુ સંચાલન અને આભારદર્શન અદાણી ફાઉન્ડેશન ના કરસન ગઢવી એ કર્યું હતું.