Home Social કચ્છમાં બાળકીઓ પર હેવાનીયતના કિસ્સા વધતા જનાક્રોશ : ગાંધીધામાં વધુ એક સગીરા...

કચ્છમાં બાળકીઓ પર હેવાનીયતના કિસ્સા વધતા જનાક્રોશ : ગાંધીધામાં વધુ એક સગીરા બની શિકાર

1758
SHARE
આમતો સમગ્ર દેશમાં યુવતી અને બાળકીઓ પર વધી રહેલા અત્યાચારના કિસ્સાને લઇ કોર્ટ અને તેના કાયદાનુ પાલન કરાવતા પોલિસ વિભાગ સતત ચિંતીત છે પરંતુ છંતા છાસવારે ભારત,ગુજરાત અને કચ્છમાં પણ બાળકીઓ પર અત્યાચારના કિસ્સા વધી રહ્યા છે એક તરફ કોર્ટ આવા મામલે ગંભીરતાથી કડક ચુકાદાઓ આપી રહી છે તેમ છંતા આવા કિસ્સા બની રહ્યા છે તે વાસ્તવિક્તા છે. હજુ થોડા સમય પહેલાજ મુન્દ્રામાં 3 વર્ષની એક માશુમ સાથે સ્કુલનાજ એકાઉન્ટન્ટે શારીરિક અડપલા સાથે તેના પર અત્યાચાર કર્યાની ઘટના તાજી છે ત્યા ગઇકાલે માધાપર અને આજે ગાંધીધામમા વધુ એક કિસ્સો સગીર કન્યા પર બળાત્કારનો પ્રકાશમા આવ્યો છે આમ ટુંક સમયમા જ કચ્છમા માશુમ કહી શકાય તેવી બાળકીઓ પર વિદ્યાના મંદિરોમાં વધતા આવા કિસ્સાએ ચિંતા સાથે આક્રોશ પણ ફેલાવ્યો છે તો માધાપર,મુન્દ્રા અને ગાંધીધામ સિવાય હાલમાંજ બી-ડીવીઝન પોલિસે સગીરાના અપહરણ અને વેચાણનો કિસ્સો પ્રકાશમાં લાવ્યો હતો આમ ટુંકા ગાળામાંજ ચાર જેટલી ઘટનાઓ બનતા બાળકીઓની સુરક્ષા મામલે એક મોટો સવાલ ઉભો થયો છે.

બાળકીઓ પર અત્યાચારનો શુ રહ્યો ઘટનાક્રમ?

– ગત મહિનેજ મુન્દ્રામાં ખાનગી શાળામા નર્સરીમાં અભ્યાસ કરતી એક બાળકી સાથે શારીરિક અડપલા કરતા એકાઉન્ટ ઝડપાયો હતો અને જેને લઇને લોકોમાં આક્રોશ હતો પોલિસે આરોપીની અટક કર્યા બાદ પણ મુન્દ્રામાં ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સાથે રેલી યોજવામા આવી હતી

– ત્યાર બાદ બે દિવસ અગાઉ પરપ્રાન્તીય સગીરા સાથે તેના મરજી વિરૂધ્ધ અપહરણ અને ત્યાર બાદ લગ્ન કરવા માટે વેચી દેવાયાનુ કારસ્તાન સામે આવ્યુ હતુ જેમા પોલિસે મહિલા સહિત ટોળકીના આઠ સભ્યોની ધરપકડ સાથે સગીરાને નર્કાગારમાંથી મુક્ત કરાવી હતી.

-તો ગઇકાલે માધાપર ગામે એક ઢગાએ પડોસમાંજ રહેતી એક પાંચ વર્ષીય બાળકી પર નજર બગાડી હતી બાળકી અવારનવાર તેના ઘરે જતી હતી પરંતુ બાળકી મોડી આવતા તેના પરિવારે તપાસ કરી હતી અને તેમાં પડોશમા રહેતા વેપારી શખ્સે તેની સાથે અડપલા કર્યાનુ ધ્યાને આવ્યુ હતુ હાલ એ વેપારી શખ્સ બી-ડીવીઝન પોલિસની ગીરફ્તમા છે અને મેડીકલ સહિતની તપાસ ચાલુ છે.
-જયારે આજે ગાંધીધામમાં પણ આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સગીરા તેની સાથેજ આશ્રમમાં રહેતા બે શખ્સોના હવસનો શિકાર બની છે. જો કે જે રીતે બે મહિના બાદ આ કિસ્સો સામે આવ્યો છે તે જોતા આશ્રમ સંચાલકો અથવા કોઇ અન્યના ડરાવવાથી મોડી ફરીયાદ થયાનુ મનાય છે. ગાંધીધામ બી ડીવીઝન પોલિસ મથકે આ મામલે સામુહિક બળાત્કાર,,એટ્રોસીટી અને પોક્સો એક્ટની વિવિધ કલમો તળે ફરીયાદ નોંધાઇ છે અને DYSP કક્ષાના અધિકારીને આ તપાસ સોંપાઇ છે જો કે પ્રાથમીક તપાસમા બળાત્કાર ગુજારનાર આરોપીઓ પણ સગીર હોવાનુ સામે આવ્યુ છે.

ભુજમાં ABVP નુ બાળકીઓ પર અત્યાચારના વિરોધમાં આવેદન 

વિદ્યાના મંદિર,આશ્રમ અને અડોસ પડોસમાંજ બનતી આવી ઘટનાઓને સૌ કોઇને ચિંતીત કરી મુક્યા છે જો કે આવી ઘટના માત્ર કચ્છમા નહી પરંતુ ગુજરાતમાં પણ અનેક બની છે અને તેને લઇને રાજ્યમાં ઠેરઠેર વિરોધ પણ થઇ રહ્યા છે ત્યારે આજે સુરત,કચ્છ સાંબરકાંઠા વિસ્તારમાં બનેલી આવી ઘટનાના વિરોધમાં ABVP ના છાત્રોએ રેલી યોજી સુત્રોચાર સાથે કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યુ હતુ અને તેમના મારફતે સરકારને આવા મામલામાં ફાંસીની સજા મળે તેવી માંગ પણ કરી હતી બીજા રાજ્યમાં બનેલી આવી ઘટનાઓના કિસ્સામાં કોર્ટના ઝડપી નિર્ણયો ટાંકતા ABVPએ માંગ કરી છે કે કચ્છમા અને ગુજરાતના આવા કિસ્સામા કોર્ટ ઝડપી અને કડક સજા ફટકારે તે જરૂરી છે.
બાળકી-યુવતીઓ સાથે આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર અને કોર્ટે આ મામલે કડક કાયદાઓને બનાવ્યા છે પરંતુ હવસની આગમાં કાયદો અને મર્યાદા ઓળગંતા આવા કિસ્સા સતત વધી રહ્યા છે ચોક્કસ પોલિસ આ મામલે ગંભીર છે પરંતુ ખરી જવાબદારી વાલીએ નિભાવવાની છે અને બાળકીઓને સમજ સાથે હિંમત આપી આવી ઘટના ઘટતી અટકાવવાની છે કેમકે આવા કિસ્સામાં જાગૃતિ જરૂરી છે નહી તો આવા કિસ્સામાં ભવિષ્યમા બાળમાનસ પર તેની ગંભીર અસર ચોક્કસ પડે છે.