Home Crime નખત્રાણા સામુહિક બળાત્કારનો મુખ્ય આરોપી મોહન પોલિસના હાથે ઝડપાયો 

નખત્રાણા સામુહિક બળાત્કારનો મુખ્ય આરોપી મોહન પોલિસના હાથે ઝડપાયો 

852
SHARE
કચ્છ આમતો છેલ્લા બે વર્ષથી બળાત્કારની ઘટનાઓને લઇને ચર્ચામાં રહ્યુ છે તે પછી નલિયાકાંડ હોય કે પછી સગીરાઓ પર બનેલા ચકચારી બળાત્કાના કિસ્સાઓ ત્યારે નખત્રાણામાં વધુ એક સામુહીક બળાત્કારની ઘટના સામે આવી છે નખત્રાણાની બાજુમાંજ આવેલા એક ગામની પરિણીત મહિલાએ ફરીયાદ નોંધાવી છે જેમા તેનો આરોપ છે કે પાંચ શખ્સોએ તેની સાથે સામુહિક બળાત્કાર ગુજાર્યો જેમાં મુખ્ય આરોપી એવો મોહન આહિર ગણતરીની કલોકમાં ફરીયાદ બાદ પોલિસના હાથે ઝડપાઇ ગયો છે પોલિસે કરેલી પ્રાથમીક તપાસમા મોહન અને ભોગ બનનાર પરિણીતા આસપાસના ગામના હોવાથી એક બીજાના પરિચયમા છે અને તેથીજ લીફ્ટ લેતા સમયે મહિલા તેની કારમા બેસી ગઇ હતી પરંતુ આરોપીએ કાવતરૂ રચી તેને ઓફીસમા લઇ ગયો હતો અને ત્યાર બાદ મોહન આહિર અને અન્ય ચાર શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો તો ત્યાર બાદ ઓફીસ બહારથી બંધ કરી નાસી છુટ્યા હતા ભોગ બનનારે તેના મિત્રની મદદથી મુક્ત થયા બાદ ફરીયાદ નોંધાવી છે અને હાલ મુખ્ય આરોપી ઝડપી તેની સાથેના અન્ય આરોપીઓ શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે 10 તારીખે મહિલાને લીફ્ટ આપવાના બહાને મોહન ઓફીસ લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યા બાદ તેઓ ફરાર થઇ ગયા હતા ભુજ નાયબ પોલિસ અધિક્ષક જે.એન.પંચાલે જણાવ્યુ છે કે તેની સાથે અન્ય કોની કોની સંડોવણી છે તે અંગે પોલિસ તપાસ કરશે જો કે સામુહિક બળાત્કારની ઘટનાને પગલે પોલિસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટનાની ગંભીરતાને સમજી તપાસની વિગતો મેળવી હતી.