ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત સ્થિત અનેક ધાર્મીક સંસ્થાનો સાથે પહેલાથી ગાઢ નાતો રહ્યો છે ત્યારે તાજેતરમાંજ મણીનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રીય દાસજી અને તેમની સાથેના સંતોએ દશેરા નિમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આશીર્વચન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ જય શ્રી સ્વામીનારાયણ સાથે તેમને આવકાર્યા હતા મણીનગર ગાદી સંસ્થાનના સંત ભગવતપ્રીય દાસજીએ જણાવ્યુ હતુ કે વડાપ્રધાનની આચાર્ય સ્વામી સાથેની મુલાકાતમાં રાષ્ટ્રના નિર્માણ અને ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિના રક્ષણ માટે વડાપ્રધાન અને આચાર્ય સ્વામીનો વાર્તાલાપ થયો હતો. વડાપ્રધાને મણીનગર ગાદી સંસ્થાનની સેવાકીય પ્રવૃતિ અને ધર્મના રક્ષણ માટેના કાર્યોને બીરદાવી આચાર્ય સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા.