Home Social કચ્છના દિવ્યાંગો માટે ટેલેન્ટ હન્ટ – લોકસંગીત અને ચિત્ર સ્પર્ધાનું આયોજન

કચ્છના દિવ્યાંગો માટે ટેલેન્ટ હન્ટ – લોકસંગીત અને ચિત્ર સ્પર્ધાનું આયોજન

2621
SHARE
દિવ્યાંગોની પ્રતિભાને મંચ મળે તેવા ઉમદા હેતુસર અદાણી ફાઉન્ડેશન તથા નવચેતન અંધજન મંડળ (માધાપર)નાં સયુંકત ઉપક્રમે દિવ્યાંગો ટેલેન્ટ હન્ટ કાર્યક્રમ અંતર્ગત લોકસંગીત અને ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસંગીત સ્પર્ધામાં ગીત ભજન, લોકગીત વગેરે રજૂ કરવાના રહેશે અને તેમાં દ્રષ્ટિહીન, મંદબુદ્ધિ, અસ્થિવિષયક ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે તથા ચિત્રસ્પર્ધામાં સ્વચ્છતા અને પર્યાવરણ વિષય પર ચિત્ર દોરવાનું રહેશે, તેમાં બહેરા, મૂંગા, મંદબુદ્ધિ, અસ્થિવિષયક ભાઈઓ-બહેનો ભાગ લઈ શકશે.

સ્પર્ધા ક્યાં યોજાશે? કોણ ભાગ લઈ શકશે?

બંને સ્પર્ધાઓમાં ઉંમર પ્રમાણે ત્રણ કેટેગરી (૧).૬ થી ૧૪ વર્ષ (૨). ૧૫ થી૨૦ વર્ષ અને (૩).૨૦થી ઉપર વર્ષ રહેશે. આ ટેલેન્ટ હન્ટ સ્પર્ધાનું અલગ અલગ તાલુકા મથકોએ અલગ અલગ તારીખે આયોજન થશે. તારીખ ૨૬ નવેમ્બરનાં અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના સ્પર્ધકો માટે નખત્રાણા ખાતે આયોજન કરાશે. ૨૭ નવેમ્બરનાં મુન્દ્રા અને માંડવી તાલુકાના સ્પર્ધકો માટે મુન્દ્રા ખાતે આયોજન કરશે. ૨૮નવેમ્બર નાં ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકા માટે ગાંધીધામ ખાતે આયોજન કરાશે, અને ૨૯ નવેમ્બરનાં ભુજ અને અંજાર તાલુકા માટે માધાપર ખાતે સ્પર્ધાનુ આયોજન કરાશે. અલગ અલગ તાલુકાઓની સ્પર્ધાના વિજેતાઓ વચ્ચે તારીખ ૩ ડિસેમ્બરનાં રોજ ભુજ મધ્યે ગેઈમ્સ ઓડિટોરિયમ ખાતે ફાઇનલ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા દિવ્યાંગ ભાઈઓ-બહેનો તા.૧૫.૧૧.૨૦૧૮ સુધી (વિકલાંગ વિદ્યાવિહાર સંચાલકશ્રી, નવચેતન અંધજન મંડળ, કચ્છ ડેરી સામે, પો.બો.નં.૧૨, માધાપર, કચ્છ) નાં સરનામે અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે કરશન ગઢવી (મો.૮૯૮૦૦૦૪૭૬૦, ઇમેઇલ:karsan.gadhvi@adanifoundation.com) તથા દીપકભાઈ પ્રસાદ (મો.૯૯૭૪૧૦૭૧૭૪) પર સંપર્ક કરવા અદાણી ફાઉન્ડેશન દ્વારા જણાવાયું છે.