Home Current કચ્છમા કોલસાની છૂટ માત્ર મોટા ધંધાર્થીઓ માટે જ? નિયમમાં ફેરફારની માંગ

કચ્છમા કોલસાની છૂટ માત્ર મોટા ધંધાર્થીઓ માટે જ? નિયમમાં ફેરફારની માંગ

2389
SHARE
રાજ્ય સરકાર દ્વારા અછતના અનુસંધાને રોજગારી અર્થે ગાંડા બાવળમાં થી કોલસો બનાવવાની અપાયેલ મંજૂરી સામે નાના ધંધાર્થીઓ દ્વારા વિરોધનો સુર ઉઠ્યો છે. કોંગ્રેસના પરદેશ અગ્રણી આદમ ચાકી અને જિલ્લા પ્રવક્તા ડો. રમેશ ગરવાની આગેવાની નીચે કોલસાના ૨૦૦ જેટલા ધંધાર્થીઓ એ વન સંરક્ષક સમક્ષ લેખિત અને મૌખિક રજુઆત કરીને સરકારના કોલસા અંગેના પરિપત્ર ની વિસંગતતા સુધરવાની માંગ કરી હતી. સરકારે ખાનગી માલિકીની જમીનમાં થી જ મંજૂરી લઈને કોલસો બનાવી શકાશે એ નિયમ ના કારણે માત્ર કોલસાના મોટા ધંધાર્થીઓ ને જ ફાયદો થશે એવી રજુઆત સાથે આ નિયમ માં ફેરફાર કરવા માંગ કરાઈ છે. જે લોકો પાસે પોતાની જમીન નથી એવા નાના ધંધાર્થીઓને કોલસો બનાવવાની પરવાનગી વનવિભાગ આપતું નથી. પરિણામે નાના ધંધાર્થીઓ કોલસો બનાવી શકતા નથી અને તેઓ રોજગારી થી વંચિત રહે છે. એટલે, નાના ધંધાર્થીઓના હિત માં આ નિયમમાં ફેરફાર કરીને સરકારી જમીન મા કોલસો બનાવવાની મજૂરી આપવાની માંગ કરાઈ છે. જો નિયમમાં ફેરફાર નહીં થાય તો કોલસાના નાના ધંધાર્થીઓ દ્વારા મોટું સંમેલન યોજીને જિલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરાશે. આ રજુઆત માં આદમ ચાકી, રમેશ ગરવા ની સાથે હુસેન મામદ (તુગા), ઇબ્રાહિમ મામદ (જુણા), ગની સાદિક (દીનારા), હાજી મલુક (ખાવડા) અન્ય ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.