Home Current છસરા હત્યા પ્રકરણ- સોશ્યલ મીડિયામાં કોમ્યુનલ શાંતિ ડહોળનારા ત્રણ સામે કાર્યવાહી

છસરા હત્યા પ્રકરણ- સોશ્યલ મીડિયામાં કોમ્યુનલ શાંતિ ડહોળનારા ત્રણ સામે કાર્યવાહી

3083
SHARE
મુન્દ્રા તાલુકાના નાનકડા એવા છસરા ગામમાં ચુંટણી સમયના ચાલી આવતા મનદુખને લઇને ખેલાયેલા ખુની ખેલમાં 6 જીંદગીઓ હોમાઇ ગયા બાદ સમગ્ર કચ્છમાં આ ઘટનાને લઇને ઉચાટ છે કે હવે શુ થશે ? બન્ને સમાજ કચ્છ પોલિસ અને કલેકટરના શાંતી જાળવવાના સંદેશા સાથે પોલિસના સઘન પ્રયાસો પછી આજે છસરા ગામમાં બીજા દિવસે જનજીવવન સામાન્ય બન્યુ હતુ અલબત સતર્કતા ખાતર પોલિસે હજુ પણ ગામમા બંદોબસ્ત જાળવી રાખ્યો છે પરંતુ સ્મશાનયાત્રા બાદ આ ગામમાં બેસાણીની ક્રિયા પણ શાંતીપુર્ણ રીતે પોલિસે સંપન્ન કરી હતી સાથે ચુંસ્ત બંદોબસ્ત અને આઇ.જી. અને પોલિસવડાની હાજરી વચ્ચે આજે ગામનુ જનજીવન સામાન્ય બન્યુ હતુ જો કે આજે ગામમાં કચ્છ બોર્ડર રેન્જ આઇ.જી ધમેન્દ્રસિંહ વાઘેલાએ એક પત્રકાર પરિષદ યોજી ફરી એકવાર શાંતી જાળવવાની અપિલ સાથે ઘટનાને કોમી રંગ ન આપવાની અપિલ સાથે છસરાની ઘટના બે કુટુંબ વચ્ચેના વીખવાદની હોવાની વાત પર ભાર મુક્યો હતો સાથે અત્યાર સુધી થયેલી પોલિસ કાર્યવાહીથી પણ મિડીયા મારફતે લોકોને અવગત કર્યા હતા જેમા પુરતા પુરાવા એકઠા કરવા સાથે પોલિસ તમામ ગતીવીધી પર નજર રાખી રહી હોવાનુ જણાવ્યુ હતુ.

ઘટનાને કોમી રંગ આપનાર ત્રણ સામે પોલિસ કાર્યવાહી 

પ્રથમ દિવસથીજ કચ્છમાં આ ઘટનાને લઇને અનેક વાતો અને ચર્ચાઓ ઉઠી હતી જો કે સમાજની સાથે પોલિસે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે જો આ ઘટનાને કોમી રંગ આપવાનો પ્રયાસ કોઇ કરે નહી પરંતુ કચ્છના બે અને એક સુરેન્દ્રનગરના યુવાને ફેસબુક સહિત સોશિયલ સાઇટના માધ્યમથી કોમી વૈમન્સય ફેલવવા પ્રયત્ન કર્યો હતો જેની સામે મુન્દ્રા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ હતી જેમાં બે યુવાનોએ સોશિયલ મીડીયા પર કોમી શક્તિની વાતો સાથે ઉશ્કેરણીનજક લખાણો લખ્યા હતા જ્યારે એક યુવાન કાર્તીક ભરવાડે ફટાકડાની દુકાનમા લાગેલી આગના વિડીયોનુ લખાણ બદલી છસરાની ઘટના સાથે મેળવી હતી જેની સામે પણ પોલિસે કાર્યવાહી કરી છે તો અન્ય એક યુવાનનુ નામ અનવર બાપડા ખુલ્યુ છે. જેની સામે પણ પોલિસે ફરીયાદ સાથે કાર્યવાહી કરી છે.
છસરામા જુની અદાવતમાં ખેલાયેલા ખુની ખેલના દુરોગામી પડધા અને અસરો અંગે પોલિસ પહેલાથીજ સમજી ગઇ હતી તેથીજ ચુસ્ત બંદોબસ્ત સાથે પોલિસે આ ઘટનાને વરૂવુ સ્વરૂપ લેતા અટકાવી હતી જો કે આજે જનજીવન સામાન્ય કરવા સાથે પોલિસે કચ્છના તમામ લોકોને ન્યા્યીક તપાસની ખાતરી સાથે વિધ્નસંતોષી લોકોને ચેતવણી પણ આપી હતી કે કોમી રંગ આપનાર લોકો સામે પોલિસ કડક પગલા ભરશે જેને આજે કચ્છ બોર્ડર રેન્જના વડાએ દોહરાવવા સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતી અને લોકોના રક્ષણની લોકોને ખાતરી આપી હતી.