કચ્છના કોંગ્રેસી આગેવાનો ઉપર ૬ વર્ષ પૂર્વે દાખલ થયેલા પૂતળાદહન ના ગુનામાં કચ્છ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ સહિત ૧૧ કોંગ્રેસીઓને ભુજ કોર્ટે નિર્દોષ છોડી મુક્યા છે. 6 વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરોએ દશેરાના દિવસે પુતળા દહન ભાજપ કાર્યાલય સામે કર્યુ હતુ જે મામલે કોંગ્રેસી કાર્યક્રરો સામે ફરીયાદ નોંધાઇ હતી આ મામલે આજે ભુજ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે યજુવેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત રાણુભા જાડેજા, રામજી ભાનુશાલી, ગની કુંભાર, અનવર નોડે, મહેન્દ્ર ઠક્કર, માલશી માતંગ, ધીરજ ગરવા, ઘનશ્યામસિંહ ભાટી, અશરફ સૈયદ, ઇકબાલ મંધરાને નિર્દોષ છોડી મુક્યા હતા જોકે, જે તે સમયે કોંગ્રેસ માં રહીને ભાજપ વિરુદ્ધ દેખાવો કરનારા કોંગ્રેસના બે યુવા આગેવાનો રાણુભા સોઢા અને અનવર નોડે અત્યારે ભાજપ માં છે. કોંગ્રેસી કાર્યક્રરોની સામે 10 મોઢા વાળા પુતળા દહન મામલે IPC ની કલમ 143,188 GP એક્ટ- 143 ની કલમો હેઠળ ફરીયાદ નોંધાઇ હતી જેમા તમામ 11 નો આજે નિદોષ છુટકારો થયો હતો કેસમાં એડવોકેટ તરીકે જીલ્લા કોંગ્રેસ ના મહામંત્રી ઈલિયાસ ઘાંચી હાજર રહ્યા હતા.