આમતો કચ્છમાં લાંબા સમયથી કોઇ મોટી ચોરી,લુંટ કે ધાડનો બનાવ બન્યો નથી પરંતુ આજે ભરબપોરે આદિપુરમા થયેલી એક લુંટની ધટનાએ સમગ્ર કચ્છની પોલિસને દોડતી કરી છે આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામા આદિપુરના વિનય સિનેમા નજીક આવેલા એક્સીસ બેંકના ATM માં પૈસા ભરવા માટે કેસવેન આવી હતી પરંતુ જેવા તેઓ પૈસા નાંખવાનુ કામ શરૂ કરે તે પહેલાજ એક કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ફાયરીંગ કરી અંદાજીત 25 લાખની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. આદિપુરના ભરચક કહી શકાય એવા વિસ્તારમાં ફાયરીંગ સાથે લુંટની ઘટનાથી વેપારીઓ હતપ્રભ થઇ ગયા હતા બનાવની જાણ થતા આદિપુર પોલિસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત મહત્વની તમામ બ્રાન્ચના અધિકારી અને DYSP સહિતનો પોલિસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં ફાયરીંગની ઘટનામાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે અને તે સારવાર માટે ખસેડાયા છે જ્યારે કારમા આવેલા અજાણ્યા શખ્સોને શોધવા માટે પોલિસે નાકાબંધી સહિત આદિપુર ગાંધીધામના મહત્વના રોડ પરના સી.સી.ટી.વીની તપાસણી શરૂ કરી છે.
શુ કોઇ જાણ ભેદુ કે પછી રેકી કરી લુંટને અંજામ ?
જે રીતે ભરબપોરે અને ભરચક કહી શકાય તેવા બઝાર વિસ્તારમા બનેલી ઘટનાથી પ્રાથમીક અનુમાન એવુ લગાવી શકાય કે કોઇ જાણભેદુનો હાથ આ ઘટના પાછળ હોઇ શકે અથવા એવુ પણ અનુમાન છે કે લાંબા સમય રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ અપાયો હોઇ શકે કેમકે જે રીતે ફાયરીંગ કરી ભર બઝારમાંથી આરોપીઓ ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા તે જોતા લાંબા અભ્યાસ બાદ આ લુંટ કરી હોઇ શકે છે હાલ પોલિસે મહત્વના રસ્તાઓ પરના સી.સી.ટી.વી ચેક કરવા સાથે કચ્છના મહત્વના રસ્તાઓ પર નાકાબંધી કરી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે જો કે ફાયરીગમાં ઇજાગ્રસ્ત કર્મચારીઓ જે વર્ણન આપશે તે પણ પોલિસ માટે મહત્વનુ રહેશે.
કચ્છમા લાંબા સમયથી બેંક લુંટ કે ચોરીની ઘટના બની નથી પરંતુ એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે તેવામાં ફાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા કરટી આ ઘટના બનતા ચોક્કસ પોલિસ માટે આ લુંટનો ભેદ ઉકેલવો પડકાર રહેશે કેમકે ભરબપોરના લુંટ સાથે આદિપુરથી આરોપીઓ પોલિસને પડકાર ફેકી ફરાર થઇ ગયા છે.