Home Current કચ્છી માડુઓએ ઉતાર્યું સૈનિકોનું ઋણ તો સૈનિકોએ પણ નિભાવ્યો નાગરિક ધર્મ

કચ્છી માડુઓએ ઉતાર્યું સૈનિકોનું ઋણ તો સૈનિકોએ પણ નિભાવ્યો નાગરિક ધર્મ

1482
SHARE
કચ્છમા ફરજ બજાવતી BSF ની 79 બટાલિયન દ્વારા સરહદી વિસ્તાર અને શહેરી વિસ્તારના બેરોજગાર યુવાનો માટે તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો. જિલ્લા રોજગાર કચેરીના સહયોગ થી કેન્દ્ર સરકારના સ્કીલ ઇન્ડિયા પોગ્રામ અંતર્ગત તારીખ ૧ ,ઓક્ટોબર થી ૩૦ ઓક્ટોબર દરમ્યાન સરહદી ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના ૨૯ યુવાનોને આ તાલીમ અપાઈ હતી. જોકે, આ તાલીમ કાર્યક્રમમા ફીઝીકલ ટ્રેનિંગ ઉપરાંત કોમ્પિટિટીવ એક્ઝામ ને ધ્યાને લઈને થિયરીકલ ટ્રેનિંગ અપાઈ હતી. યુવાનોના શારીરિક સૌષ્ઠવ માટે ૫ કિમીની દોડ, લોન્ગ જમ્પ, હાઈ જમ્પ, પુશઅપ ની તાલીમ BSF ના જવાનોએ આપી હતી. જ્યારે થિયરીકલ પ્રેક્ટિસમાં ગણિત, સમાજવિદ્યા, જનરલ નોલેજ ઉપરાંત ઈંગ્લીશ અને હિન્દી જેવી ભાષાઓ નું શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું. જે તેમને કોમ્પિટિટીવ એક્ઝામ આપવામાં મદદરૂપ બને અથવા તો સૈન્ય અથવા તેને સંલગ્ન અન્ય સુરક્ષા દળોમાં નોકરી મેળવવામાં મદદરૂપ બની શકે. આ બન્ને તાલીમ તેમના આંતરિક કૌશલ્ય ને વિકસાવવવાની સાથે જીવનના દરેક તબક્કે મદદરૂપ બનશે. આ તાલીમ કેમ્પનો સમાપન કાર્યક્રમ કચ્છ BSF DIG એસ. એસ. દબાસની ઉપસ્થિતમાં યોજાયો હતો. BSF ના ડીઆઈજી શ્રી દબાસે યુવાનોને તેમના ઘર અને પરિવાર ગૌરવ લઈ શકે અને દેશની સેવા કરી શકાય તે હેતુ સાથે સૈન્ય માં જોડાવવાનું આહવાન કર્યું હતું, તેમના સુચનનને યુવા તાલીમાર્થીઓ એ વધાવી લીધું હતું. BSF સરહદી વિસ્તાર ના નાગરિકો સાથે મૈત્રીપૂર્ણ સબંધો બંધાય તે હેતુ સાથે અનેક પ્રકારના કાર્યક્રમો નું આયોજન કરે છે.

કચ્છી માડુઓએ અનોખી રીતે સૈનિકોનું ઋણ અદા કર્યું

કચ્છી માડુઓએ અનોખી રીતે સૈનિકોનું ઋણ અદા કર્યું આપણે શાંતિ અને સલામતી સાથે રહી શકીએ છીએ તેનું કારણ છે, આપણા સરહદના સંત્રીઓ!! પોતાની જાન ના જોખમે દુર્ગમ પરિસ્થિતિમાં સરહદ ઉપર ફરજ બજાવતા સરહદના આ સંત્રીઓ નુ ભુજના માનકુવા ગામના ગ્રામજનોએ અનોખી રીતે ઋણ ઉતાર્યું હતું. કચ્છની રણ સરહદે ધોમધખતા તાપ અને કડકડતી ઠંડી વચ્ચે ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે રણના નિર્જન વિસ્તારમાં જીવન જરૂરિયાતની સામગ્રી સાચવી રાખવાની દ્વિધા રહેતી હોઈ માનકુવા ગામની બે સ્વૈચ્છીક સંસ્થાઓ વિશ્વ માનવ ઉત્થાન ટ્રસ્ટ અને પ્રકૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા સીમાવર્તી ૭ ચોકી માટે ૭ ડીપ ફ્રીજ અર્પણ કરાયા હતા.માનકુવા હાઈસ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બીએસએફના ડીઆઈજી સુમંદર સિંઘ, કમાન્ડર સંજય શર્મા, અતુલ યાદવ, રાજીવ રંજન, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભીમજી જોધાણી, સંસ્થાના પ્રમુખ મનજીભાઈ કેરાઈ, માનકુવા શાળાના વિદ્યાર્થીઓ, સુખપર, સામત્રા, ફોટડી ના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ૭ ડીપ ફ્રીજ માટે સહયોગ આપનાર દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. દેશદાઝ અને રાષ્ટ્રભાવના ને પ્રબળ બનાવતો આ કાર્યક્રમ ખરા અર્થમાં સૌ કચ્છી માડુઓ માટે રાહ ચીંધતો પ્રેરણાત્મક કાર્યક્રમ બની રહ્યો.