Home Current કચ્છમાં NA ની પ્રક્રીયાની ઓન લાઇન શરૂઆત – કલેકટરે કરી જાહેરાત

કચ્છમાં NA ની પ્રક્રીયાની ઓન લાઇન શરૂઆત – કલેકટરે કરી જાહેરાત

2211
SHARE
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જમીનની NA કરવાની કામગીરી ઓન લાઇન શરૂ કરવાના પ્રારંભ સાથે જ હવે કચ્છમા પણ તેની શરૂઆત થઈ ગઈ છે. કલેકટર રેમ્યા મોહને આ અંગે જાહેરાત કરતી અખબારી યાદી બહાર પાડી છે. મંગળવાર તારીખ ૧૩/૧૧/૧૮ ની કલેકટર દ્વારા બહાર પડાયેલ યાદીનો અમલ પણ શરૂ થઈ ગયો છે.

આ રીતે NA ની કરવી પડશે અરજી, માર્ગદર્શન આપવા હેલ્પડેસ્ક

કલેકટર રેમ્યા મોહન ની યાદી અનુસાર અત્યારે કચ્છના શહેરી વિસ્તારોની જમીન ની NA પ્રક્રિયા ઓનલાઈન થશે. સરકારશ્રી ના મહેસુલ વિભાગ ગાંધીનગર ના ઠરાવ ક્રમાંક બખપ/૧૦૨૦૧૮/૪૨૫/ક, તા/૧૬/૧૦/૨૦૧૮ મુજબ જમીન મહેસુલ કાયદાની કલમ ૬૫ હેઠળ ઓનલાઈન પરવાનગી મેળવવી પડશે. અરજી સીધી જ ઓનલાઈન ગાંધીનગર મહેસુલ કચેરીની વેબસાઈટ ઉપર કરવાની રહેશે. અરજદારોએ વેબસાઈટ www.onlinerevenue.gujrat.gov.in દ્વારા NA માટેની અરજી પ્રક્રીયા ની કામગીરી થશે. કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું છે કે, ઓન લાઇન NA પ્રક્રીયા ના માર્ગદર્શન માટે કલેકટર કચેરીના જનસેવા કેન્દ્ર મા ખાસ ‘હેલ્પડેસ્ક’ પણ શરૂ કરાઇ છે. જ્યાં અરજદારો માર્ગદર્શન મેળવી શકશે. જોકે, અત્યારે માત્ર કચ્છના શહેરી વિસ્તારો ની જમીન ની પ્રક્રીયા જ ઓનલાઈન થશે. ગ્રામીણ વિસ્તારોની જમીન ની NA પ્રક્રીયા હાલ ના તબક્કે કચ્છ જિલ્લા પંચાયત માં અત્યારે જે રીતે કારોબારી સમિતિ દ્વારા થાય છે, એ જ રીતે થશે.