વિક્રમ સવંત ૨૦૭૫ ના પ્રારંભે રાપર તાલુકાના ભીમાસર ગામના યુવાનોએ વિશિષ્ટ રીતે ઉજવણી કરીને પોતાના ગામના અને વાગડ પંથકના ઇતિહાસને જીવંત કર્યો હતો. ભીમાસરના યુવાનોએ નવા વર્ષની શરુઆત પાળીયા પુજન દ્વારા કરી હતી. અહીં પાળીયાઓની આજુબાજુ રહેલા ઝાડી ઝાંખરા દૂર કરીને પાળીયાઓની સિંદૂર લગાવીને પૂજા કરાઈ હતી. આમ તો ઇતિહાસકરો પણ કહે છે કે, દરેક પાળીયા સાથે ભૂતકાળની કોઈને કોઈ ઘટના સાથે સંકળાયેલો ઇતિહાસ છુપાયેલો હોય છે. એટલે જ,તો એવું કહેવાય છે ને કે પાળીયા બોલે છે. ભીમાસર ખાતે 54 જેટલા પાળીયા એક જગ્યા એ અડીખમ ઉભા છે જેમા એવી લોક વાયકા છે કે અહીયા આખી જાન કપાઈ ગઈ હતી. ભૂતકાળમાં જે તે સમયે બનેલી આ ઘટના પાછળ પણ કોઈ શૌર્ય કથા જ રહેલી હશે. નહીં તો એક સાથે 54 -54 ખાંભીઓ થોડી ખોડાય!! આ બધા જ 54 પાળીયાઓનુ ભીમાસર ના યુવા મિત્રો દ્વારા પાળીયા પુજન કરવામા આવ્યુ હતુ.
આ છે,પાળીયાઓ પાછળનો ઇતિહાસ…
પાળીયા એટલે રણ મેદાન મા યુદ્ધ મા જેમણે Pપોતાનુ શુરાતન બતાવી ને ધર્મ અને બહેન દિકરીઓ કે ગામ ની રક્ષા માટે પોતાનુ બલિદાન આપી દીધુ હોય તેમની યાદ મા પાળીયા ઉભા કરવા મા આવે છે, તેમજ સ્ત્રી ઓ જેમણે પોતાના શુરવીર પતિ પાછળ સતિ થઈ હોય તે સતિ માતાજી ના પાળીયા જોવા મળે છે. તેમજ અધર્મીઓ સામે લડાઈ દરમ્યાન જયારે નરબંકાઓ પોતાના શરીરે ડગલો પહેરીને તેમા ઘી લગાવી ને અંગુઠા આગળ થી આગ લગાવે અને ચાલતા થાય અને જયા દેહ પડે ત્યા ત્રાગા નો પાળીયો ખોડાય અને સામે અધર્મિઓ નુ ખેદાન મેદાન થઈ જાય. આવા પહેલા ના સમય મા ત્રાગા કરવામા આવતા હતા તેમના પાળીયા પણ વાગડ મા ઘણા જોવા મળે છે તેમજ ગોચર માટે જમીન દાન મા આપી હોય તેના પાળીયા પણ વાગડ મા ઘણા જોવા મળે આમ પાળીયા એ શોર્ય નુ પ્રતિક ગણવામાં આવે છે અને અધર્મીઓ સામે ધર્મ ના વિજય માટે તેમજ ગામ અને બહેન દિકરીઓ ની રક્ષા માટે કરવામા આવતા યુદ્ધ મા જયારે વિરગતી પામે ત્યારે પાળીયા ખોડાય છે અને તેમના વંશજો અને ગામ લોકો દ્વારા તેમનુ પુજન કરવામા આવે છે અને આવા પાળીયા આજેય વાગડ મા ગામે ગામ અને ગામ ના જાપે તેમજ તળાવ ની પાળ ઉપર તેમજ ગામ ને ગોદરે આજેય અડીખમ પોતાનો ઈતિહાસ સાચવી ને ઉભા છે ત્યારે હિન્દુ નવા વર્ષ ની શરુઆત મા તેમને યાદ કરવામા આવે છે અને તેમનુ સિંદૂર લગાવી ને પુજન કરવામાં આવે છે.