Home Crime ભુજના બે યુવાનોને પાસા હેઠળ ધકેલતી પશ્ચિમ-કચ્છ, એલ.સી.બી.

ભુજના બે યુવાનોને પાસા હેઠળ ધકેલતી પશ્ચિમ-કચ્છ, એલ.સી.બી.

5122
SHARE
દારૂના ધંધામાં રચ્યા પચ્યા રહેનાર તેમજ યુવા ધનને દારૂના દુષણથી બરબાદિ તરફ ધકેલનારા અને કચ્છ જીલ્લામાં અવાર નવાર પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલા આરોપીઓ *(૧)ભગીરથસિંહ ઉર્ફે કુલદિપસિંહ લખપતસિંહ ઝાલા, ઉ.વ.૨૬ રહે.જુની રાવલવાડી વ્યાયમશાળા રોડ, પ્લોટ નં.૪૫૭ ભુજ તથા નં.(ર) હાર્દિક ઉમેશગર ગૌસ્વામી, ઉ.વ.૨૫, રહે.ભીડગેટ, રવાણી ફળીયુ, જલારામ મંદિર પાછળ, ભુજ* કે જેઓ ભુજ શહેર તેમજ ભુજ તાલુકા વિસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂના કેસોમાં પકડાયેલા છે અને પોલીસ ચોપડે પ્રોહી બુટલેગર્સ તરીકે ચડેલા છે એવા બંને આરોપીઓ વિરૂધ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમા સંખ્યા બંધ ગુનાઓ દાખલ થયેલા હોઇ જે તમામ ગુનાઓમાં આ આરોપીઓ જેલ હવાલે થયેલા છે અને બંને આરોપીઓ જામીન ઉપર મુકત થઇ તેની આ પ્રવૃતિ ચાલુ રાખેલી હોઇ અને નજીકના ભવિષ્યમાં ફરીથી આવા ગંભીર ગુન્હાઓમાં રચ્યા પચ્યા રહી યુવા ધનને દારૂના દુષણથી બરબારદિ તરફ ધકેલી, તેમજ આમ જનતાને દારૂના દુષણની લત લગાડી પાયમાલી તરફ ધકેલી જાહેર વ્યવસ્થાને બાધારૂપ થાય તેવી પુરેપુરી શકયતા હોઇ હાલના સંજોગોમાં જીલ્લામાં કાયદો વ્યવસ્થા સુચારૂ ચાલે અને આ આરોપીઓ કોઇ પડકારરૂપ અડચણો ઉભી ન કરે તે હેતુથી શ્રી ડી.બી.વાધેલા , આઇ.જી.પી. સરહદી રેન્જ કચ્છ તથા એમ.એસ.ભરાડા, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ ની સુચના અને માર્ગદર્શન હેઠળ આ બન્ને વિરૂધ્ધ એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મારફતે કલેકટરશ્રી કચ્છને મોકલી આપતા જે દરખાસ્તના કારણો તથા હાલની જીલ્લાની પરીસ્થિતિ ધ્યાને લઇ કાયદો વ્યવસ્થાના હિતમાં બંને પ્રોહિ. બુટલેગર્સને પાસા ધારા હેઠળ અટકાયતમાં લેવા વોરંટ જારી થયા બાદ પાસા વોરંટના આધારે ઇન્ચાર્જ પો.ઇન્સ. એમ.બી.ઔસુરા, તથા પો.સબ ઇન્સ. એચ.એસ.તીવારી તથા એલ.સી.બી. સ્ટાફના સભ્યોએ આ બંને પ્રોહિ. બુટલેગર્સને આજરોજ ભુજ ખાતે થી અટકાયતમાં લઇ તેના ઉપર પાસા વોરંટની બજવણી કરી અને વોરંટમાં જણાવેલ હુકમ મુજબ યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ બન્ને આરોપીઓને ખાસ મધ્યસ્થ જેલ અમદાવાદ તેમજ સુરત ખાતે મોકલી આપવામાં આવેલા છે.
પશ્ચિમ કચ્છ જીલ્લામાં જાહેર વ્યવસ્થા ખોરવી કાયદો વ્યવસ્થા સામે પડકારરૂપ કોઇપણ ગુનાહિત પ્રવૃતિ કરનારા કોઇપણ ઇસમો સામે કોઇ પણ શેહશરમ વગર આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. તેવું પણ પોલીસ ખાતાની યાદી માં જણાવાયું છે.