વિક્રમ સવંત ના આ નવા વર્ષ થી જમીન NA ની પ્રક્રિયામાં રાજ્ય સરકારે એક મહત્વનો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી મીડિયા સાથે કરેલી વાતમાં જમીન NA ના નવા ફેરફાર સંદર્ભે જાણકારી આપી હતી. તેની સાથે આ ફેરફાર કરવાનું કારણ પણ જણાવ્યું હતું.
કારોબારી સમિતિના અચ્છે દિન હવે પુરા, પણ NA ની મંજૂરી આપશે કોણ?
જમીન NA ની મંજૂરી આપવાની સત્તાના કારણે અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિ સૌથી પાવરફુલ અને મલાઈદાર ગણાય છે કચ્છની જ વાત કરીએ તો, કચ્છ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ જમીન NA ની મંજૂરીના મુદ્દે અવારનવાર ચર્ચામાં રહી છે ખુદ શાસક પક્ષ ભાજપ માં થી પણ કારોબારી સમિતિ સામે NA ની મંજૂરીના મુદ્દે આંગળી ચીંધાઈ ચુકી છે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એ હકીકતને ધ્યાને લીધી છે કે, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ દ્વારા જમીન ના ના મુદ્દે ભ્રષ્ટાચાર ના આક્ષેપો થતા રહે છે. એટલે, ભ્રષ્ટાચારમાં થી અરજદારોને છુટકારો અપાવવા માટે સરકાર હવે જિલ્લા પંચાયત કારોબારી સમિતિ પાસેથી NA ની સત્તા પાછી લઈને ઓન લાઇન NA ની મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરશે. જમીન NA કરવાની સંપૂર્ણ સત્તા જિલ્લા વિકાસ અધિકારી ને અપાશે. જે શહેરોમાં ડેવલોપમેન્ટ ઓથોરીટી છે, ત્યાં આ સત્તા કલેકટરને છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં આ દિવાળી થી NA ની ઓનલાઈન પ્રક્રિયાનો આરંભ કરાવ્યો છે. હવે એકાદ મહિના મા તમામ જિલ્લા પંચાયતોમાં NA ની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ જશે. રાજ્ય સરકાર માત્ર ઠરાવ કરીને આ જિલ્લા પંચાયત પાસે થી આ સત્તા પોતાની પાસે લઈ શકે છે. અને, ટૂંક સમય માં જ આ અંગેની કાયદાકીય પ્રક્રિયા પુરી થઈ જશે. NA પ્રક્રિયા માં થતો ભ્રષ્ટાચાર અટકે અને NA પ્રક્રિયા પારદર્શક રીતે નિયત સમય મર્યાદા માં પુરી થાય એવો સરકારનો હેતુ છે. એટલે, જો હવે NA ની પ્રક્રિયા ઓન લાઇન થઈ જશે તો કારોબારી સમિતિ ના ‘અચ્છે દિન’ પુરા થઈ જશે.