Home Social પત્નીએ કહ્યું, હું શું કરું? મારો પતિ મને સમય નથી આપતો એટલે...

પત્નીએ કહ્યું, હું શું કરું? મારો પતિ મને સમય નથી આપતો એટલે મેં સોશ્યલ મીડીયા દ્વારા અન્ય પુરુષ સાથે સંબંધો બાંધ્યા..

4499
SHARE
વર્તમાન સમયમાં દામ્પત્યજીવન સામે અનેક પડકારો છે. લગ્ન પછી પતિ, પત્ની અને વોહ ના પ્રણય ત્રિકોણ માં ઘણી વાર દામ્પત્યજીવન નો ભોગ લેવાઈ જાય છે. તેમાંયે સોશ્યલ મીડીયા ના આક્રમણ પછી સ્ત્રી અને પુરુષ વચ્ચેના મૈત્રી સબંધો વધ્યા છે તેની સાથે સાથે ઘણા કિસ્સાઓમાં લક્ષમણ રેખા પણ ઓળંગી જવાતા સંતાનો સાથેના સુખી દામ્પત્યજીવન મા તિરાડ સર્જાય છે. તો, ઘણા કિસ્સાઓમાં યોગ્ય સમજાવટ થાય તો પતિ અને પત્ની વચ્ચેનો નાનો મોટો છુપો અસંતોષ બહાર આવે છે પણ અંતે તેનું સુખદ સમાધાન થતાં દામ્પત્યજીવન માં પડતી તિરાડ અટકે છે અને પરિવાર ફરી એક થઇ જાય છે. આજે વાત કરવી છે ભુજ તાલુકાના એક ગામ ના કિસ્સાની અને તેની સાથે એ પણ જાણીશું કે, 181 ની મહિલા અભયમ ની ટીમે કેવી રીતે એક દામ્પત્યજીવન ને તૂટતું અટકાવ્યું.

જ્યારે પત્નીએ અભયમ ટીમ પાસે કબુલ્યું કે, મારા ધર્મ ના ભાઈ સાથે સંબંધો છે, પણ તેનું કારણ…

નુતનવર્ષ અને લાભપાંચમ જેવા તહેવારોની પૂર્ણાહુતિ દરમ્યાન ભુજની મહિલા અભયમ ટીમને એક મહિલાનો કોલ આવ્યો કે મારો પતિ મને માર મારે છે. ભુજ નજીકના એક ગામ માં થી આવેલા ફોન ને પગલે અભયમ ટીમના કાઉન્સેલર મનીષાબેન રાઠોડ, કોન્સ્ટેબલ સૂર્યાબેન અને પાયલોટ સાજીદભાઈ ત્યાં પહોંચ્યા. ફરિયાદ કરનાર મહિલાએ જણાવ્યું કે પતિની મારપીટ થી તે હવે તેની સાથે રહેવા ઇચ્છતી નથી. સામે પતિએ એવો આક્ષેપ કર્યો કે તેની પત્ની સતત સોશ્યલ મીડીયા માં વ્યસ્ત રહે છે, વ્હોટ્સએપ દ્વારા અન્ય પુરુષ સાથે ચેટ કરે છે અને તે પુરુષની સાથે તેની પત્ની ના આડા સબંધો છે. જોકે, પતિએ લાંબા સમયની શંકા પછી જ્યારે પત્નીનો મોબાઈલ ચેક કર્યો ત્યારે તેને પોતાની પત્ની ના અન્ય પુરુષ સાથે આડા સબંધો નો ખ્યાલ આવ્યો હતો. શરૂઆતમાં તો પત્નીએ પતિને એવો ખુલાસો કર્યો હતો કે તે પુરુષ તેનો ધર્મ નો ભાઈ છે. પણ, પતિ એ વાત માનવા તૈયાર નહોતો એટલે બન્ને વચ્ચે બોલાચાલી થઈ, ઝઘડો અને મારપીટ થઈ, જેને પગલે 181 અભયમ ની ટીમ ને પત્નીએ બોલાવી. કાઉન્સેલર મનીષાબેન રાઠોડ અને કોન્સ્ટેબલ સૂર્યાબેન દ્વારા જ્યારે એ મહિલાને સમજાવીને જે કંઇ હકીકત સાચી હોય તે કહેવા જણાવાયું. અંતે બે પુત્રીની માતા એવી યુવાન પત્નીએ કબુલ્યું કે સોશ્યલ મીડીયા દ્વારા તે અન્ય પુરુષના પરિચય માં આવી તેમની વચ્ચે વ્હોટ્સએપ ની ચેટ ઉપરાંત અંગત સબંધો પણ બંધાયા છે. જોકે, આટલી વાત પછીની જે વાસ્તવિકતા છે તેને પણ સમજવાની જરૂરત છે. ભુજ અભયમ ની ટીમ ના કાઉન્સેલર મનીષાબેન રાઠોડે ધીરજપૂર્વક એ યુવાન પત્ની ને સમજાવ્યું કે આડા સબંધો ને કારણે સમાજમાં માન ગુમાવવું પડે છે વળી બે પુત્રીઓના ભવિષ્યનો સવાલ પણ તેણી ની સામે રહેશે, પરિવાર ની તે મોટી વહુ છે. અભયમ ટીમ ની સમજાવટ ને પગલે પત્નીએ એ પણ ખુલાસો કર્યો કે તેને તેના પતિ સમય આપતા નથી, પતિનો પ્રેમ મને મળતો નથી. અભયમ ની ટીમે પતિને પણ સમજાવ્યા. અંતે સૌએ સમજાવટ સાથે મોટું દિલ રાખી એકબીજાની ભૂલો માફ કરવાનું સ્વીકાર્યું. અંતે પરિવારનો માળો પીખાંતો બચ્યો, આવા કિસ્સાઓ સમાજ સામે એ પણ સવાલ કરે છે કે, પતિ અને પત્ની ની એક બીજા તરફ ની ઉપેક્ષા અને સોશ્યલ મીડીયા નો ઉપયોગ ઘણીવાર એક સુખી પરિવાર ના માળા ને વેરવિખેર કરી શકે છે.