અંજારના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરના નામે તેમના સગા સંબંધીઓ અને પરિચિતો પાસેથી લાખોની ઠગાઈ કરનારા શખ્સને પોલિસે ઝડપી પાડ્યો છે. મોબાઈલ ફોનમાં ટ્રુકોલર એપ નો દુરુપયોગ કરી ભરૂચના જગડીયા વિસ્તારના રઘુવીરસિંહ ઉર્ફે મુન્ના ચૌહાણે વાસણભાઇ ના નામે મોરબી, મુંબઇ જેવા વિસ્તારમાંથી લાખો રૂપિયાની મદદ મેળવીને છેતરપીંડી કરી હતી આ બાબત મંત્રીશ્રીને ધ્યાને આવ્યા બાદ તેમના સચિવે ગાંધીનગર પોલીસમાં ફરિયાદ પણ કરી હતી ગાંધીનગર એલ.સી.બીએ આજે આ ઘુતારા શખ્સને ઝડપી પાડ્યો છે.
સોશ્યલ મીડિયા અને મોબાઈલના વધતા ક્રેઝ વચ્ચે મોબાઈલ એપના વધી રહેલા નકારાત્મક પાસા સમા આ કિસ્સામાં આરોપીએ વાસણભાઇના પરિચિતો પાસે થી અકસ્માત અને સારવાર તેમજ આર્થિક મુશ્કેલી ના બહાને છેતરપિંડી કરી હતી પોલીસે ઝડપાયેલા મુન્ના ચૌહાણે કોની કોની પાસે અને અન્ય કોઈના નામે છેતરપિંડી કરી છે કે નહિં એ દિશામાં તપાસ હાથ ધરી છે.