Home Social ‘મેળાવો’ : 2 – મળીએ ‘શિવબાલક’ અને યુકેના પ્રતિષ્ઠિત ‘ભજન રત્ન’ એવોર્ડ...

‘મેળાવો’ : 2 – મળીએ ‘શિવબાલક’ અને યુકેના પ્રતિષ્ઠિત ‘ભજન રત્ન’ એવોર્ડ પ્રાપ્ત ભજનિક શ્રી યોગેશપુરી ગોસ્વામીને

1158
SHARE
ધૈર્ય છાયા દ્વારા :
ફેસબુક અને ‘ન્યૂઝ ફોર કચ્છ’ ના માધ્યમથી દર રવિવારે પ્રકાશિત થતી ઈ-કૉલમ ‘મેળાવો’ના એપિસોડ-2 માં સ્વાગત.
જય ગિરનારી !! ૧૦ વર્ષ સુધી જૂનાગઢ – જામનગર એસ.ટી. બસના કંડકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા કર્મચારી આજે ભજનિક રૂપે સ્ટેજને ‘કંડક્ટ’ કરી રહયા છે તેવા કલાકાર સાથે કરીએ ‘મેળાવો’.
મળીએ ‘શિવબાલક’ અને યુકેના પ્રતિષ્ઠિત ‘ભજન રત્ન’ એવોર્ડ પ્રાપ્ત ભજનિક શ્રી યોગેશપુરી ગોસ્વામીને કચ્છ – સૌરાષ્ટ્ર, દેશ વિદેશમાં ભજન ક્ષેત્રે સારી નામના મેળવનાર શ્રી યોગેશપુરીજી જયારે ભુજના મહેમાન બન્યા ત્યારે ‘મેળાવો’ કરવાની તક સાંપડી પૂજ્ય જલારામબાપાની જયંતિ નિમિતે ભુજના ઉમેદનગર કોલોની ખાતે યોજાયેલી ભવ્ય સંતવાણી પહેલા યોગેશપુરી આપણા ઘરે આવ્યા… યોગેશપુરીએ પ્રાથમિકથી લઈને સંપૂર્ણ અભ્યાસ ધોરાજીમાં લીધો… ભજનિક થવું એમના વારસામાં છે.. જયસુખપુરીજી પણ ભજનિક..તેઓ પણ પૂજ્ય જલારામબાપાની સેવા કરતા.. ભજનો ગાતા.. ‘એલ અવધૂત;, ‘ જળ તુંતો અલ્લાહ કેવાણો’ જેવા ભજનો એમણે ગાયેલા.. એમની ભજન ગાવાની શૈલી જુદી.. પણ યોગેશપુરીજી એ પ્રખારે ગાવાનો સફળ પ્રયાસ કરેલો છે.. યોગેશપુરી શનિવારે વીરપુર, મંગળવારે હનુમાન વાડી, ધોરાજીએ નિયમિત ભજન ગાવા જતા.. ભજનના શબ્દો પ્રમાણે તો ભજન ના ગાઈ શકીએ પણ જેટલું પણ પ્રભુ સુધી પહોંચે એટલું ભાગ્ય એવું બાપુનું માનવું છે..
શ્રી ભુખુદાનભાઈ ગઢવી યોગેશપુરીને શરૂઆતના ૪-૫ વર્ષ સાથે રાખ્યા.. એમના કાર્યક્રમની શરૂઆતમાં ગણપતિ વંદના યોગેશપુરી પાસે ગવડાવતા.. તો ભીખુદાનભાઈના કાર્યક્રમમાં વચ્ચે થોડો વિરામ આવે તો યોગેશપુરી પાસે માઈક હોય.. એ દરમ્યાન ભીખુદાનભાઈ એ આશીર્વાદ આપ્યા કે મારા કાર્યક્રમમાંથી ‘ તું તારા શ્રોતાઓ કરી લે’.
યોગેશપુરીજીનો કચ્છી ટચ, અરે સાસરું જ કચ્છમાં. ભીખુદાનભાઈ સાથે એક કાર્યક્રમ કરવા કચ્છ આવવાનું થયું… બસ ભજન ગાતા યોગેશપુરીજી ધ્યાને આવી ગયા અને જૂનાગઢ માંગુ નખાયું અને યોગેશપુરીજી બની ગયા ભુજના જમાઈ. નાગર નરસિંહની નગરી જૂનાગઢના યોગેશપુરી જયારે લગ્ન કરવા ભુજ આવ્યા ત્યારે શ્રી હાટકેશ કોમ્પ્લેક્સમાં જમણવાર રખાયો હતો… એ અર્થમાં નાગર ટચ પણ થયો.
જીવનમાં એક વળાંક આવ્યો.. અચાનક એમના પગમાં તકલીફ ઉભી થઇ ગઈ… ભજનની તારીખો પણ અપાઈ ગયેલી હોય.. પણ પગનું ક્યાં કામ છે એવું મનોબળ બનાવી એરપોર્ટથી વહીલચેરમાંથી કારમાં અને કારમાંથી સીધા સ્ટેજ પર એટલે ખ્યાલ નઆવે કે તકલીફ કેટલી છે.. પણ છુપાવ્યા વગર રહે..? એક કાર્યક્રમ કિર્તીદાન ગઢવી સાથે હતો.. અને યોગેશપુરીને ઉપરના રૂમમાં બોલાવ્યા.. પણ લાચારવશ યોગેશપુરીએ સાચું કહી દીધું… અને કિર્તીદાન ગળગળા થઇ ગયા.. એમણે માતાજીની માનતા માની..કે યોગેશપુરી જલ્દી સાજા થઇ જાય.. માના આશીર્વાદથી યોગેશપુરી સાજા થઇ ગયા.. ત્યાંતો માયાભાઇ આહીરને આ વાત જણાવી.. એમણે સાક્ષાત માતાજીના દર્શન કરાવ્યા.. અહીં દવા અને દુવા બંનેને લીધે બાપુ જલ્દી સાજા થઇ ગયા.. સાજા થવામાં સ્પશિયાલિસ્ટ ડૉ. સંઘવીની મહેનતનો પણ ખુબ મોટો ભાગ છે.. ‘મેળાવો’ દરમ્યાન યોગેશપુરીબાપુએ જૂનાગઢના સંગીત વિદ્વાન રાજેશભાઈ બુચને પણ ખાસ યાદ કર્યા.
મસ્ક્ત, લંડન જેવા દેશોમાં પણ યોગેશપુરીબાપુ એ ભજનની સુવાસ ફેલાવી છે લંડનના જલારામ મંદિરે ક્યારેય ભજન કાર્યક્રમ યોજાતો નહિ.. ત્યારે નવનિર્માણ પામી રહેલા જલારામ મંદિર પાસે ટેમ્પરેરી બનાવેલા જલારામ મંદિરે સહજ રીતે ભજનો ગાઈ સૌને મંત્રમુગ્ધ કરી નાખ્યા અને એવું કહ્યું કે જયારે જલારામ મંદિરનું પુનઃ નિર્માણ થઇ જશે ત્યારે યોગેશપુરી ગોસ્વામીને જ લંડન તેડાવીશુ.. આ છે ભજન અને કળા પ્રત્યેનો ભાવ સહજ અને સદાય હસમુખ સ્વભાવધારી યોગેશપુરીબાપુને શુભેચ્છાઓ..