Home Current મુખ્યમંત્રી વિજયભાઇ કૃષ્ણ બની પોતાના મિત્ર રાજભાની માનતા પુરી કરવા સમયે માતાનામઢ...

મુખ્યમંત્રી વિજયભાઇ કૃષ્ણ બની પોતાના મિત્ર રાજભાની માનતા પુરી કરવા સમયે માતાનામઢ હાજર રહ્યા

2179
SHARE
આમતો મુખ્યમંત્રી વિજય રૂપાણીની કચ્છની આજની મુલાકાત પર સૌ કોઇની મીટ મંડાયેલી હતી કેમકે કચ્છમા અછતની સ્થિતીમા તેમની અધિકારીઓ સાથેની બેઠક અગત્યની હતી અને ત્યાર બાદ કચ્છ માટે જાહેરાત થાય તેવી લોકોને આશા હતી જો કે એ સિવાય પણ કચ્છની મુલાકાત મુખ્યમંત્રી માટે ખાસ રહી હતી કેમકે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સ્મૃતિવનના કામનુ તેમને નિરીક્ષણ કરવા સાથે 20 તારીખે સંભવત પ્રથમ ફેસનુ કામ લોકાર્પણ કરવા માટે કચ્છના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ આવે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આજની તેમની આ મુલાકાત સમયે તેઓ કૃષ્ણ બની તેમના એક મિત્રની માનતા પુર્ણ કરવા સમયે માતાનામઢ હાજર રહ્યા હતા રાજભા નામના તેમના એ મિત્ર તેમના જુના મિત્ર છે અને તેમણે મુખ્યમંત્રી માટે જ માનતા માની હતી એટલે જોગાનુજોગ તેઓ માતાનામઢ પણ આવ્યા અને તેમના આ મિત્ર અને તેમનો પરિવાર પણ ત્યા હાજર રહ્યો.

રાજભાએ તેમના મિત્ર મુખ્યમંત્રી બને તે માટે માનતા માની હતી

આમતો તેમની આ મુલાકાત અંગે મુખ્યમંત્રીએ કોઇ વિગતવાર વાત કરવાનુ ટાળ્યુ હતુ પરંતુ તેમના અંગત કહી શકાય તેવા મિત્ર વર્તુળો પાસેથી જાણવા મળ્યુ તે મુજબ વિજયભાઇ તેમના જુના મિત્રો સાથે જ દરેક તહેવાર ઉજવે છે અને રાજભા અને તેમનો પરિવાર પણ તૈ પૈકીના એક છે વિજયભાઇ મુખ્યમંત્રી બને તેવી અટકળો જ્યારે ચાલતી હતી ત્યારે રાજભાએ વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી બને તેવી માનતા માની હતી અને માતાનામઢ દર્શન માટે આવશે તેવી પ્રાથના કરી હતી જે ફળીભુત થઇ અને આજે એમના મિત્રએ માનતા પુરી કરવા માતાનામઢ આવ્યા હતા અને વિજયભાઇ પણ તેમની માનતા પુર્ણ થઇ ત્યારે હાજર રહ્યા હતા જો કે આ અંગે જ્યારે મુખ્યમંત્રીને પુછાયુ ત્યારે તેઓએ અંગત વાતો ટાળી દેશની શાંતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ફરી સત્તા પર આવે તેવી પ્રાર્થના માં આશાપુરા પાસે  કરી હોવાનુ કહ્યુ હતુ.
આમતો વડાપ્રધાનની કચ્છ મુલાકાત કચ્છમાં અછતની ચિંતા અને ભાજપના કાર્યક્રરો સાથે સ્નેહ મિલન જેવા કાર્યક્રમના આયોજનની વ્યસ્તતા વચ્ચે મુખ્યમંત્રીએ આવનાર વર્ષ-સમય માટે મહત્વની કહી શકાય તેવા અનેક કામો માટેની જાહેરાત અને આવનારા દિવસોમા કચ્છને ફાયદો થાય તેવી વાતો કહી હતી પરંતુ મુખ્યમંત્રી હોવા છંતા એક મિત્રને યાદ રાખી છેક માતાનામઢ તેમની સાથે રહ્યા તે તેમના સાલસ સ્વભાવનું ઉદાહરણ કહી શકાય.