Home Crime અંજારના નિવૃત ફોરેસ્ટ ઓફીસર રાણા આહિર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુન્હો નોંધાતા ચકચાર 

અંજારના નિવૃત ફોરેસ્ટ ઓફીસર રાણા આહિર સામે અપ્રમાણસર મિલ્કતનો ગુન્હો નોંધાતા ચકચાર 

3756
SHARE
અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ગયેલા અને જેમના વિરૂધ અગાઉ પણ અનેક ભષ્ટ્રાચારના આક્ષેપો થયા હતા તેવા પુર્વ રેન્જ ફોરેસ્ટ ઓફીસર અંજારના રાણા મહાદેવ આહિર વિરૂધ કરોડોની અપ્રમાણસર મિલ્કત સંદર્ભે ગુન્હો નોંધાયો છે પોલિસ સબ ઇન્સપેક્ટર ગાંધીધામ ACB પી.વી પરગડુએ આજે જાતે આ સંદર્ભે ફરીયાદી બની ફરીયાદ નોંધી હતી જેમાં પ્રાથમીક તપાસમાંજ આવક કરતા એક કરોડ પાંચ લાખથી વધુની સંપતીનુ તેમને રોકાણ કર્યુ હોવાનો ફરીયાદમા ઉલ્લેખ છે રાણા આહિરે 1-01.2000 થી 31-03-2012 ના સમયગાળામાં પોતાના હોદ્દાનો દુર ઉપયોગ કરી ભષ્ટ્રાચાર દ્વારા આ સંપતિ એકઠી કરી હોવાની ફરીયાદ તેમના વિરૂધ્ધ નોંધાઇ છે 12 વર્ષના સમયગાળામા તેમની સત્તાવર આવક 92.58,335 થવા જાય છે જ્યારે તેમણે એજ સમયગાળામાં પોતાના તથા પોતાના પરિવારના સભ્યોના નામે અલગઅલગ જગ્યાએ કરેલા રોકાણ ખર્ચ 1,97,99,332 થાય છે આમ માત્ર 12 વર્ષના ગાળામાંજ તેઓએ 1કરોડ પાંચ લાખથી વધુનુ રોકાણ ગેરકાયદેસર રીતે આવક એકઠી કરી કર્યુ હોવાની તેમની સામે ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે અત્રે ઉલ્લેખનીય છે વનવિભાગના આવા અનેક અધિકારીઓ સામે છાસવારે ભષ્ટ્રાચારની ફરીયાદો થતી હોય છે ત્યારે એ.સી.બીની આ કાર્યવાહીથી હડકંપ મચી ગયો છે આ કેસની ફરીયાદ નોંધાયા બાદ તેની તપાસ એમ.ડી.ઝાલા પી.આઇ ભુજ ACB ને સોંપાઇ છે તો કરોડોના ભષ્ટ્રાચારનો મામલો હોય તેના સુપરવીઝન અધિકારી તરીકે બોર્ડર એકમ ACB ના અધિકારીને પણ તપાસમાં સાથે રખાયા છે અત્રે ઉલ્લેખનીય છે મીઠાની લીઝનો મામલો હોય કે પછી ગેરકાયદેસર કોલસાનો કાળો કારોબાર રાણાભાઇ આહિર સામે આક્ષેપોને લઇને તે હમેંશા ચર્ચામાં રહ્યા છે ત્યારે હવે તેમના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા સાથે ACB એ વધુ તપાસ હાથ ધરી છે.