Home Current કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહે લખ્યો PM મોદીને પત્ર – જાન્યુ.ના PMની મુલાકાત...

કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહે લખ્યો PM મોદીને પત્ર – જાન્યુ.ના PMની મુલાકાત અંગે પત્ર

1390
SHARE
ભુજ નગરપાલિકાના કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જાન્યુઆરી મહીનાની મુલાકાતને પગલે પત્ર લખ્યો છે. અત્યારે તો વિપક્ષી નેતા દ્વારા PM ને લખાયેલા આ પત્ર એ રાજકીય હલચલ સર્જી છે. જોકે, રાજેન્દ્રસિંહ જાડેજાએ લખેલો પત્ર ભુજીયા ના બ્યુટીફિકેશન સંદર્ભે ભુજ નગરપાલિકા દ્વારા થનાર કામ ને અનુલક્ષીને લોકો ને પડનારી હાલાકી અંગે છે. મીડીયા સમક્ષ રાજેન્દ્રસિંહે પોતે PM મોદીને લખેલ પત્ર ની નકલ આપીને લોકોની હાલાકી સંદર્ભે રજુઆત કરી હતી. ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભુજીયા ના બ્યુટીફીકેશન ના નામે ભુજ નગરપાલિકા દ્વારા ૭૦૦ જેટલા પરિવારોને ‘બેઘર’ કરાશે. ધારાસભ્ય, પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન દ્વારા ભુજીયાનું બ્યુટીફીકેશન કરવાનું અને સનસેટ પોઇન્ટ પણ ઉભું કરવાનું આયોજન કરાયું છે, પણ આ કામગીરી કરવા ૭૦૦ જેટલા પરિવારોને ‘બેઘર’ કરાશે, જે યોગ્ય નથી. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહે કરેલા આક્ષેપ પ્રમાણે ૨૫ વર્ષ થી રહેતા ગરીબ પરિવારોને ‘બેઘર’ કરવા ની હિલચાલ બંધ કરવી જોઈએ અથવા તો આ ‘બેઘર’ થનારા તમામ પરિવારોને અન્ય જગ્યાએ મકાનો ફાળવવા જોઈએ. PM નરેન્દ્ર મોદીને ૭૦૦ પરિવારોને બેઘર બનતા અટકાવવાની માંગ કોંગ્રેસના વિપક્ષી નેતાએ પોતે લખેલા પત્ર માં કરી છે.