Home Crime ભુજમાં ગંભીર બીમારી થી પીડિત યુવાને હોસ્પિટલમાં કરી આત્મહત્યા

ભુજમાં ગંભીર બીમારી થી પીડિત યુવાને હોસ્પિટલમાં કરી આત્મહત્યા

2225
SHARE
ભુજ જનરલ હોસ્પિટલમાં વહેલી સવારે ગંભીર બીમારી માટે કાર્યરત વોર્ડની ઓપીડીમાં યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી આ અંગે હોસ્પિટલ ચોકીએ થી પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિ થી સવાર દરમ્યાન ભુજના અને ગંભીર બિમારીથી પીડાતા યુવાને આત્મહત્યા કારી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.વહેલી સવારે સાફસફાઈ માટે હોસ્પિટલ સ્થિત વોર્ડમાં સાફસફાઈ માટે ગયેલ કર્મચારીને યુવાનની લાશ વોર્ડમાં જોવા મળી હતી.બનાવ અંગે તપાસ કરતા યુવાનને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગંભીર બિમારીથી પીડાતો યુવાન આ વોર્ડમાં કઈ રીતે પહોંચ્યો તે પણ બનાવ પ્રકાશમાં આવ્યા બાદ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે મૃતક યુવાનની લાશ જે સ્થળે થી મળી આવી છે તે ઓપીડી દિવસ દરમ્યાન ખુલતી હોય છે તો આ યુવાન અહી કઈ રીતે આવ્યો અને ક્યારે આત્મઘાતી પગલું ભર્યું ? તે અંગે ભુજ બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતની નોધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો પ્રાથમીક માહિતી મુજબ મૃતક યુવાન હોસ્પિટલ માં કાર્યરત એક સેન્ટરમાં જ વર્ષોથી ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે.