ઘરેલુ કંકાસ અને અનૈતીક સંબધોંમાં અવારનવાર થતા વિખવાદમાં પતી અને પુત્રને જમવામાં ઝેર આપી હત્યા કરવાની કોશીષના સામે આવેલા કિસ્સામા આજે નવો વંણાક આવ્યો છે. તારીખ 13 ના રોજ આ બનાવ પ્રકાશમા આવ્યો હતો અને 15 તારીખે આ મામલે પતીની ફરીયાદ પરથી પોલિસે મહિલા આરોપીની ધરપકડ કરી હતી. 13 તારીખે થયેલા ઝગડા બાદ પત્નીએ પતી અને પુત્રને ખોરકમાં ઝેર આપ્યુ હતુ જો કે સદનશીબે યોગ્ય સારવાર મળતા પિતા-પુત્ર બન્ને બચી ગયા જો કે આજે સારવાર દરમ્યાન હોસ્પિટલમાં દુધાભાઇ હરિભાઇ રાઠોડનુ મોત થતા આ બનાવ હત્યામાં પલ્ટાયો છે. અને અંજાર પોલિસે મહિલા વિરૂધ હત્યાની કલમનો ઉંમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા આરોપી હેમીબેનની અગાઉ પતી-પુત્રની હત્યા નિપજાવવાના પ્રયત્ન સંદર્ભે ધરપકડ કરવામા આવી છે. પંરતુ હવે જ્યારે બનાવ હત્યામા પલ્ટાયો છે. ત્યારે આ મામલે પણ અંજાર પોલિસ વધુ તપાસ કરશે દુધાભાઇ રાઠોડ અંજારના મેઘપર કુંભારડી ગામે રહે છે તેઓ રીક્ષા ચલાવતા હતા આડસંબધોની શંકાએ પરિવારમાં અવાર નવાર આજ મુદ્દે ઝગડા થતા આ બનાવ બન્યો હોવાનુ સપાટી પર આવ્યુ હતુ.