Home Crime કચ્છ ક્રિકમાંથી ઝડપાયેલી બોટમાં કાઇ શંકાસ્પદ ન મળ્યુ જો કે એલર્ટ વચ્ચે...

કચ્છ ક્રિકમાંથી ઝડપાયેલી બોટમાં કાઇ શંકાસ્પદ ન મળ્યુ જો કે એલર્ટ વચ્ચે સુરક્ષાબળનુ કોમ્બીંગ જારી

673
SHARE
એક તરફ સમગ્ર દેશની સાથે ગુજરાતની વિવિધ બોર્ડરો પર 26-11 ના હુમલાની વરસી પર એલર્ટ આપવામા આવ્યુ છે તે વચ્ચે એજ દિવસે કચ્છના સંવેદનશીલ કહી શકાય તેવી ક્રિક બોર્ડર પરથી એક બિનવારસુ પાકિસ્તાની બોટ ઝડપાતા એજન્સીઓ સતર્ક થઇ છે આમતો કચ્છની આ દરિયાઇ સીમા પરથી બોટ ઝડપાવાની ઘટના કોઇ નવી વાત નથી પરંતુ જ્યારે બોર્ડર પર એલર્ટ છે તે વચ્ચે બોટ ઝડપાતા એજન્સીઓ ઉંડાણ પૂર્વકની તપાસમા લાગી છે BSF ની પેટ્રોલીંગ પાર્ટી ગઇકાલે ક્રિક એરીયામાં પેટ્રોલીંગમાં હતી ત્યારે આ બોટ નજરે પડી હતી જો કે તેની અંદર સવાર પાકિસ્તાની ઘૂસણખોરો પરિસ્થતિ નો ફાયદો ઉઠાવી નાસી જવામાં સફળ રહ્યા હતા 20×5 ફુટની આ બોટ પગદળીયા માછીમારો ઉપયોગ કરતા હોય છે BSF એ બોટની ઝડતી કરતા તેમાંથી કાઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી પરંતુ એલર્ટ વચ્ચે ઘૂસણખોરીના આ પ્રયત્નને એજન્સી ગંભીરતાથી લઇ રહી છે અને તેથી બોટને કોટેશ્ર્વર કાંઠે લાવી તેની છાનબીન સાથે BSF એ ક્રિક વિસ્તાર સહિત તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ ચાલુ રાખ્યું છે જો કે બોટમાં કોઇ વ્યક્તિ સવાર ન હોવાથી બોટ કસ્ટમને સોંપી BSF બોર્ડર એરીયામાં સતર્કતા સાથે સુરક્ષામા પુર્વવત થઈ છે.