ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે લાખો કરોડો રૂપીયાનો દારૂ ગુજરાત અને કચ્છમાં આવે છે અને તેનો બોલતો પુરાવો કે રાપર પોલિસે 2 વર્ષ દરમ્યાન ઝડપેલો 1 કરોડ 13 લાખ રૂપીયાના દારૂના જથાનો નાશ જે આજે રાપરના નંદાસર નજીક કરાયો હતો રાપર પોલીસ સ્ટેશનની હદ્દમા છેલ્લા બે વર્ષમા એક કરોડ થી વધુ ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો હતો જેનો આજે કાયદાકીય મંજુરી બાદ નાશ કરવામા આવ્યો હતો બોર્ડર રેન્જ આઈજી ડી.બી.વાઘેલા ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરિક્ષિતા રાઠોડ ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ દ્વારા જુદી જુદી બ્રાન્ડનો ભારતીય ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થાનો નાશ આજે ભચાઉ પ્રાંત અધિકારી એ. કે.જોશી ,ભચાઉ નાયબ પોલીસ વડા કે. જી. ઝાલા. રાપર મામલતદાર એચ. જી. પ્રજાપતિ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર એલ રાઠોડ અંજાર નશાબંધી પીએસઆઇ બી.એસ. ડામોર. પીએસઆઇ એ. બી ચૌધરી વિગેરે ની ઉપસ્થિતિમાં મા કરવામા આવ્યો હતો બાર હજાર થી વધુ બોટલો કે જેની અંદાજિત કિંમત રૂ. એક કરોડ થી વધુ થાય છે જેને આજે રાપર તાલુકા ના નંદાસર કેનાલ નજીક નાશ કરવા મા આવ્યો હતો આ અંગે ભચાઉ નાયબ પોલીસ વડા કે. જી. ઝાલા એ જણાવ્યું હતું કે રાપર પોલીસ સ્ટેશન મા રાખવામાં આવેલા આ દારૂ ના જથ્થા ને નાશ કરવા મા આવ્યો છે. આજે દારૂ ના નાશ સમયે દારૂની નદી વહી હતી દારૂના જથ્થાનો નાશ થતા અનેક પ્યાસીઓના અરમાન પર કાયદાનું બુલડોઝર ફરી વળ્યું હતુ હજુ થોડા સમય પહેલાજ મુન્દ્રા પોલિસે પણ લાખો રૂપીયાના દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.