આરોગ્ય,શિક્ષણ,ગૌ-સેવા કે પછી કોઇ પણ સામાજીક સેવાકીય પ્રવૃતિ હોય કચ્છી લેવા પટેલ સમાજ હમેંશા તેમા અગ્રેસર રહ્યુ છે ત્યારે આગામી ડિસેમ્બર માસમાં કન્યા વિદ્યામંદિરના રજતજંયતી મહોત્સવ કચ્છી લેવા પટેલ સમાજની સેવામા વધુ એક સીમાચીન્હ રૂપ સાબિત થશે જેની તૈયારીઓ સાથે અનોખા સમાજલક્ષી સંદેશાઓ દ્વારા આજથી પ્રારંભ કરાયો છે આમતો ગૌ સેવા માટે અનેક કચ્છી લેવા પટેલ દાતાઓ લાખો રૂપીયાની જાહેરાત કરી ચુક્યા છે તેવામાં આજથી 110કિ.મી સાઇકલ યાત્રા સ્વાસ્થ્ય અને ગૌ સેવાના સંદેશા સાથે પ્રારંભ થઇ હતી. જો કે આ મહોત્સવ આરોગ્ય ક્ષેત્રના વિસ્તરણ,ગૌ સેવાના લાભાર્થે અનેક રીતે યાદગાર રહેશે.
માધાપરથી પટેલ ચોવીસીના ગામોમાં 100કિ.મીની સાઇકલ યાત્રા
આમતો આજે સોશિયલ મીડીયાના યુગમાં કોઇ સંદેશ આપવો સરળ બન્યો છે પરંતુ લેવા પટેલ સમાજે વર્તમાન સ્થિતીને ધ્યાને રાખી કઇક નવુ કરવાનુ વિચાર્યુ આગામી મહોત્સવ માટે સમાજમાં નિમંત્રણ આપવા માટે લેવા પટેલ સમાજના યુવાનોએ સાઇકલની પસંદગી કરી આજે માધાપરથી યાત્રાનો પ્રારંભ થયો અને વધતા પેટ્રોલના ભાવ અને લોકોના આરોગ્ય સુખાકારીના સંદેશ સાથે સાઇકલીંગના પ્રચાર માટે યુવાનોએ પ્રયાસ કર્યો જેમા મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજના યુવાનો જોડાયા અને ગામમાં તેમના પ્રયાસને સારો પ્રતિસાદ પણ મળ્યો તો કન્યા વિદ્યામંદિરની સ્થાપના સમયે ગામોગામ વડિલોએ જે રીતે આમંત્રણ આપ્યુ હતુ તેની યાદો પણ તાજા થઇ હતી વધતા પેટ્રોલના ભાવ વચ્ચે આપણી રાષ્ટ્રીય સંપતીનો બચાવ આવનારી પેઢી માટે થાય અને લોકો નિરોગી રહે તે માટે સાઇકલીંગનો પ્રચાર કરાયો હતો.
કચ્છને આગામી વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નવી ભેટ આપશે સમાજ
કચ્છમાં આરોગ્યની કથળતી સુવિદ્યા વચ્ચે લેવા પટેલ સમાજ સંચાલીત લેવા પટેલ હોસ્પિટલની આરોગ્ય સુવિદ્યા વિસરી સકાય નહી તેવી છે જો કે હજુ પણ કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિદ્યાની જરૂર છે ત્યારે વધુમા વધુ દાતાના સહયોગથી આરોગ્ય સુવિદ્યા કચ્છને મળે અને કાર્ડિયાક, કીડની અને કેન્સર જેવી બિમારી માટે આરોગ્ય સુવિદ્યા ઉપલબ્ધ થાય તે માટેના કાર્યનો આ મહોત્સવમાં પાયો નંખાશે ત્યારે તેનો પણ પ્રચાર થાય અને સાથે કચ્છમાં અછતની સ્થિતી માટે ગાયોની મદદ થાય તે માટે આ મહોત્સવમાં કાર્ય હાથ ધરાશે.
કચ્છી લેવા પટેલ સમાજ મંદિર સાથે અને દાતાઓની મદદથી હમેશા કચ્છ માટે કઇક ઉપયોગી કાર્ય કરતુ આવ્યુ છે ત્યારે કચ્છમા વસતા લેવા પટેલ સમાજના લોકો ઉપરાંત વિદેશથી પણ અનેક લોકો આ મહોત્સવમાં હાજરી આપવા કચ્છ આવશે ત્યારે ન માત્ર કન્યા શિક્ષણ ક્ષેત્રે પરંતુ આરોગ્ય,ગૌ સેવા જેવા અનેક કાર્યો થકી આ મહોત્સવ લેવા પટેલ સમાજ સહિત સમગ્ર કચ્છ માટે યાદગાર રહેશે.