Home Current લખપત મુન્દ્રા ગાંધીધામમાં કમોસમી વરસાદ ત્રેવડી ઋતુનો કચ્છમા અનુભવ

લખપત મુન્દ્રા ગાંધીધામમાં કમોસમી વરસાદ ત્રેવડી ઋતુનો કચ્છમા અનુભવ

4522
SHARE
એક તરફ ડિસેમ્બર માસ બેસી ગયો છંતા કચ્છમાં હજુ ઠંડક જામી નથી સવાર સાંજ અને રાત્રે ઠંડક સાથે કચ્છમાં બપોરે લોકો ગરમીનો પણ અહેસાસ કરી રહ્યા છે તેવામાં આજે કચ્છના અલગઅલગ વિસ્તારમા કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આજે વહેલી સવારે લખપતના ઘડુલી સહિત આસપાસના વિસ્તારોમા ઝાંપટા થી ધોધમાર વરસાદ વરસ્યો હતો જો કે ત્યાર બાદ એક પછી એક તાલુકામા વરસાદી ઝાંપટા વરસ્યા હતા જેમા મુન્દ્રાના ઝરપરા સહિત મુન્દ્રા શહેર અને આસપાસના ગામોમા વરસાદી વાતાવરણ સર્જાવા સાથે વરસાદ વરસ્યો હતો અને તેની અસર ગાંધીધામ સુધી જોવા મળી હતી ગાંધીધામમાં પણ વરસાદી વાતાવરણ સાથે વરસાદ વરસ્યો હતો જેને પગલે વાતાવરણમા ઠંડક પ્રસરી હતી અચાનક સર્જાયેલા વરસાદી વાતાવરણથી લોકોમાં કુતુહલ સાથે ચિંતા સર્જાઇ હતી મુન્દ્રા મા એક કલાક જેટલો સમય સુધી વરસાદી માહોલ સર્જાયો હતો કચ્છમાં રવિપાકનુ વાવેતર ઓછુ થયુ છે પરંતુ ચોક્કસ વિસ્તારોમા બદલાયેલા વાતાવરણની અસર ખેતી પર જોવા મળે તેવી શક્યતા છે જો કે થોડા સમયમાંજ તમામ તાલુકામાં વાતાવરણ સામાન્ય બન્યુ હતુ શિયાળો છંતા ગરમી અને ઠંડીની બેવડી ઋતુનો અહેસાસ કરતા કચ્છના 3 તાલુકાએ આજે ત્રેવડી ઋતુનો અનુભવ કર્યો હતો તો લખપત મુન્દ્રા અને ગાંધીધામ સિવાયના અન્ય તાલુકા મથકે પણ બદલાયેલા વાતાવરણની વધુ-ઓછી અસર જોવા મળી હતી.