Home Current RSS ગાંવ ગાંવ શાખા અભિયાન – કચ્છ ના ૮૪૪ ગામોમાં ૧૮૪૪૪ લોકો...

RSS ગાંવ ગાંવ શાખા અભિયાન – કચ્છ ના ૮૪૪ ગામોમાં ૧૮૪૪૪ લોકો જોડાયા

1725
SHARE
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નું કાર્ય સમગ્ર વિશ્વ માં વધતું જાય છે ત્યારે ગત તારીખ ૧૬ ડીસેમ્બર નો રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગ દ્વારા  ‘ગાંવ ગાંવ શાખા હર ગાંવ શાખા’ અભિયાન અંતરગત સમગ્ર કચ્છ ના ૭૮૦ ગામ માં ભગવા ધ્વજ સાથે શાખા લગાવવા માં આવી હતી.
સંઘકાર્ય ને લઇ ને ઘણા લોકો ને વિચાર આવતો હોય છે કે એક કલાક ની શાખા માં શું પ્રવૃતી થાય છે? કચ્છ ના લોકો શાખા માં થતી એક કલાકની પ્રવૃત્તિ ના પ્રત્યક્ષ દર્શન અને માહિતગાર કરાવવા એ જ આ અભિયાન નો મુખ્ય હેતુ હતો.
સંઘ ની દ્રષ્ટિએ કચ્છ વિભાગ અંતરગત બે જીલ્લા છે પશ્ચિમ કચ્છ તથા પૂર્વ કચ્છ!! પશ્ચિમ કચ્છ અંતરગત ૮ તાલુકા અને ૨ નગર છે જયારે પૂર્વ કચ્છ માં ૯ તાલુકા તથા ૪ નગર છે. ગાંવ ગાંવ શાખા અંતરગત આ બધા જ તાલુકા ના કુલ મળીને ને ૭૮૦ ગામ માં ભગવા ધ્વજ સાથે શાખા લાગી હતી તથા ૬૪ ગામ માં સંપર્ક થયો હતો. આમ આ અભિયાન અંતરગત સંઘ ના સ્વયંસેવકો કુલ ૮૪૪ ગામ માં એક જ દિવસે પહોંચ્યા હતા. અને સમગ્ર કચ્છ ના શિશુ,બાલ,તરુણ,પ્રૌઢ એમ બધી જ ઉમર ના કુલ ૧૮૧૪૪ લોકો જોડાયા હતા. આ કાર્ય ને સંપન બનાવવા સમગ્ર કચ્છ વિભાગ ના ૧૪૦૫ કાર્યકર્તા એ જહેમત ઉઠાવી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગ ના સંઘચાલક શ્રી નવીનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત પ્રાંત માં પ્રથમ વખત જ આરએસએસ દ્વારા આ પ્રકાર ના અભિયાન નું આયોજન થયું હતું. સમગ્ર કચ્છ માંથી આ અભિયાન ને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો હતો.