Home Crime નખત્રાણાના સરપંચ પતિ અને ભાજપના પીઢ નેતા ભરત સોનીની અંતે ધરપકડ

નખત્રાણાના સરપંચ પતિ અને ભાજપના પીઢ નેતા ભરત સોનીની અંતે ધરપકડ

7881
SHARE
ગેરકાયદેસર બિલ્ડીંગના બાંધકામથી લઇ સરપંચ પત્નીના કાર્યમાં દખલગીરીથી લઇ અનેક મામલામાં ચર્ચિત એવા નખત્રાણાના સરપંચ જિજ્ઞાબેનના પતિ અને કચ્છ ભાજપના પીઢ આગેવાન ભરત સોનીની આજે વિધીવત રીતે પશ્ર્ચિમ કચ્છ SC-ST વિભાગે ધરપકડ કરી નખત્રાણા પોલિસને હવાલે કર્યા છે નખત્રાણાના સરપંચ જિજ્ઞાબેન અને તેમના પતિ વિરૂધ્ધ મહિલા તલાટીએ 3 સપ્તાહ પહેલા ફરીયાદ કરી હતી જેમા મહિલા તલાટીને જાતિ અપમાનીત કરવા સહિત મરજી વિરૂધ્ધ કામ કરવા દબાણ કરવા સાથે ધમકી આપ્યા મામલે નખત્રાણા પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ હતી જે મામલે આજે પોલિસે ભરત સોનીની ધરપકડ કરી છે જો કે ફરીયાદ બાદ કચ્છ ભાજપના નેતા ભરત સોની આ મામલે હાઇકોર્ટમાં ગયા હતા જેમા કોર્ટે એટ્રોસીટી મામલે નહિ પરંતુ IPC ની કલમો તળે પોલિસ તેમના વિરૂધ કાર્યવાહિ કરી શકે તેવા આદેશ કરતા આજે તેમની ધરપકડ કરાઇ છે તલાટી ચંદ્રીકાબેનની ફરીયાદ હતી કે કામમા દખલગીરી સાથે સરપંચ દંપતી એ તેમને સસ્પેન્ડ કરવાની ચીમકી આપી હતી રાજકીય આગેવાનની ધરપકડની ચર્ચા સમગ્ર કચ્છમાં છે.