હિન્દુ સનાતન સમાજના ફાયર બ્રાન્ડ નેતા અને એક સમયે ગુજરાતના મુખ્યમંત્રત્રી અને હાલના વડાપ્રધાનના ખાસ મિત્ર ગણાતા પ્રવિણ તોગડીયા હવે વિશ્ર્વ હિન્દુ પરિષદ સાથે છેડો ફાડ્યા બાદ દરેક કાર્યક્રમો અને સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના વાયદાઓ યાદ અપાવી આડે હાથ લઇ રહ્યા છે ગુજરાતમા પોતાના અપહરણ સહિતની ઘટનાઓથી સર્જાયેલા રાજકીય ડ્રામા પછી તેઓએ અખીલ હિન્દુ પરિષદની રચના કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો ખોલ્યો છે અને રામમંદિર નિર્માણને મંત્ર બનાવી તેઓ સંગઠનને મજબુત કરવા સાથે 2019ની લોકસભા ચુંટણી માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે ત્યારે આજે પોતાના બે દિવસના કચ્છ પ્રવાસના બિજા દિવસે ભુજમા તેમણે જાહેરસભાને સંબોધન કર્યુ હતુ જો કે પોતાના સ્વભાવથી વિપરીત રાજકીય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઇલથી તેઓ ભાષણ આપતા હોય તેવુ કયાંકને ક્યાંક લાગી રહ્યુ હતુ અને સમગ્ર ભાષણ દરમ્યાન તેઓએ વડાપ્રધાન મોદીને આડેહાથ લઇ ક્યાંક ગર્ભીત તો ક્યાંક ખુલી ધમકી આપી 2019નો તેમનો એજન્ડા હિન્દુ સમાજની ઉપસ્થિત જનમેદની સમક્ષ મુક્યો હતો.
શુ રહ્યુ ખાસ પ્રવિણ તોગડીયાની સભામાં ?
ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે ગઇકાલે જ કચ્છ આવી પહોંચેલા પ્રવિણ તોગડીયા તેમના અનેક જુના સાથીદારોને મળ્યા હતા પરંતુ આજે જાહેરસભાને સંબોધન કર્યા પહેલા તેઓએ કાર્યક્રમની શરૂઆત ભુજ સ્વામીનારાયણ મંદિરમાં દર્શન કરી સંતો સાથે મુલાકાત કરી હતી ભુજના ટીન સીટી ગ્રાઉન્ડમા કચ્છભરમાંથી આવેલા હિન્દુ સંગઠનોએ તેમનુ સન્માન કર્યુ હતુ.
-ખેડુતો મુદે વડાપ્રધાન મોદી સરકારને આડેહાથ લેતા પ્રવિણ તોગડીયાએ નરેન્દ્ર મોદી સરકારમાં ખેડુતોના આપઘતના કિસ્સા વઘ્યા હોવાનો ઉલ્લેખ કરી એક તરફ મોટા ઉદ્યોગપતીઓને રાહત મળી રહી છે અનેક કૌભાડો ખુલી રહ્યા છે તેવું જણાવી વડાપ્રધાન સરદારનુ ખોટુ સન્માન કરવાનુ બંધ કરી સરદાર પટેલના જુતામા પગ નાંખવાનો પ્રયાસ ન કરે જો સરદાર જીવતા હોત તો ખેડુતોની સ્થિતી જોઇને દુઃખી હોત એમ જણાવ્યું હતું
-કાશ્મીરમાં હિન્દુઓની દયનીય સ્થિતી વિષે ચિંતા વ્યક્ત કરતા પ્રવિણ તોગડીયાએ બાગ્લાદેશીઓને ભારતમાં આશરો આપવો,રોહિગ્યાઓની ખાતીરદારી સહિતના મુદ્દે આડેહાથ લેતા પ્રૃથ્વીરાજ ચૌહાણ સાથે વડાપ્રધાન મોદીની થતી સરખામણીના કિસ્સાને વાગોળી તેમણે દુખ વ્યક્ત કર્યુ કે દેશમાં હિન્દુઓની સ્થિતી દયનીય છે અને સરકાર ત્રીપલ તલાક મુદ્દે નિર્ણયો લઇ હિન્દુઓની માંગણી-લાગણીઓ વિષે વિતારતી નથી.
-સમગ્ર કાર્યક્રમમાં હિન્દુ આસ્થાનુ પ્રતિક અને વર્ષોથી જેની કરોડો હિન્દુઓ રાહ જોઇ રહ્યા છે તેવા રામમંદિરના નિર્માણ મુદ્દે પોતાના ભાષણ દરમ્યાન અનેક વખત તેઓએ વડાપ્રધાન મોદીને આડેહાથ લઇ સરકારને રામમંદિરના નિર્માણ અને હિન્દુઓના રક્ષણ માટે સત્તા પર બેસાડ્યા છે એવું કહીને પડકાર ફેંકતા જણાવ્યું હતું કે જો વડાપ્રધાન એવુ સમજતા હોય કે હિન્દુ શુ કરી શકે છે તો 2019માં તેઓને વડનગરનો રસ્તો દેખાડવાની તાકાત હિન્દુઓમા છે.
-આમતો પ્રવિણ તોગડીયા એક સારા વક્તા છે પરંતુ વિશ્ર્વ હિન્દુ પરિષદ સાથે છેડો ફાડ્યા બાદ તેઓએ ભાષણની સ્ટાઇલ જાણે બદલી હોય તેવુ તેમના ભાષણ દરમ્યાન અનેકવાર જોવા મળ્યુ અને ક્યાંક પોલિટીકલી સ્ટાઇલ તેમના ભાષણમાં આવી હોય તેવુ અનેકવાર પ્રતિત થયુ તેમાય વારંવાર પ્રજાને પુછવુ અને ભાષણ દરમ્યાન લોકો પાસેથી બોલાવવુ આવુ અનેકવાર થયુ અને અનેક લોકોને પ્રતિત થયુ હશે કે તેમના ભાષણની સ્ટાઇલમાં વડાપ્રધાન મોદીની ઝલક જોવા મળતી હતી.
-કચ્છમાં આમતો અનેકવાર તેઓ આવી ચુક્યા છે પરંતુ જેમ ચુંટણી સમયે રામમંદિર યાદ આવે તેમ કચ્છમાં રાજકીય ગોલ સિધ્ધ કરવો હોય તો નર્મદાને યાદ કરવુ જ રહ્યુ તેમ પોતાના ભાષણ દરમ્યાન તેઓએ નર્મદા મુદ્દે કચ્છને થયેલા અન્યાય બાબતે લડત સાથે આગામી મહિનાથી ગુજરાતથી નર્મદા ન પહોંચી હોય તેવા વિસ્તારમાં યાત્રા યોજવાના આયોજન સાથે કચ્છમાં પણ યાત્રા પહોંચશે તેવુ આહવાન કર્યુ હતુ.
-અંજારમાં હાલમાંજ વિરાટ હિન્દુસભાનુ આયોજન થયુ હતુ. જેમા કચ્છભરમાંથી મોટી સંખ્યામા હિન્દુઓ એકઠા થયા હતા જો કે વિ.એચ.પી સાથે છેડો ફાડ્યા બાદ પ્રવીણ તોગડીયાની સભામા ઓછી સંખ્યા ઉડીને આંખે વળગે તેમ હતી આજની સભામા પણ અપેક્ષા મુજબની જનમેદની જોવા મળી ન હતી.
-તો વડાપ્રધાનના વિદેશ પ્રવાસ મુસ્લિમ આસ્થાના કેન્દ્રો પર હાજરી અને પાકિસ્તાનમાં નવાઝ શરીફ સાથે મુલાકાત તથા કાશ્મીરીઓની સ્થિતી અંગે ચિંતીત થઇ પોતાના વિચારો રજુ કર્યા હતા અને ભાષણોમાં પ્રજાના અભીપ્રાય પણ જાણ્યા હતા.
કચ્છના બે દિવસના પ્રવાસ દરમ્યાન તેમના નજીકના સાથીઓ સાથે બંધબારણે પ્રવિણ તોગડીયાએ પોતાની રણનીતી અંગે ખુલીને ચર્ચા કર્યા બાદ તેમના વિચારો હિન્દુ સભામા ઉપસ્થિત જનમેદની સમક્ષ રજુ કર્યા હતા જેમાં બેરોજગારી,ગોટાળા,રામમંદિર નિર્માણનો મુખ્ય મદ્દો અને હિન્દુ સરકાર છતા હિન્દુઓની અવદશા જેવા મુદ્દા સહિત ખેડુતો અને નર્મદાના પ્રશ્ર્ને સરકારને ઘેરવાની રણનીતી અંગે તેમના વિચારો તેઓએ પ્રજા સમક્ષ મુકી 2019માં સાથે રહેવાની હક્કપુર્વકની માંગણી કરી હતી જો કે 2019ની ચુંટણીમાં તેમનો પક્ષ કેટલો પ્રભાવ પાડે છે તે જોવુ રહ્યુ નહી તો ઘીના ઠામમાં ઘી પડી જવાના કિસ્સા ચુંટણી સમયે બનતા જ હોય છે.