Home Current ભુજના બાર ના ત્રિપાખીયા જંગમાં અનિલ જોશીની પેનલને બહુમતી

ભુજના બાર ના ત્રિપાખીયા જંગમાં અનિલ જોશીની પેનલને બહુમતી

1520
SHARE
ભુજ બાર એસોસિએશન ની ચૂંટણી માં આ વખતે ત્રિપાંખીયા ચૂંટણી જંગે આ વખતે રસાકસી સાથે ઉત્તેજના સર્જી હતી. ત્રણ પેનલ ના કારણે છેક છેલ્લે સુધી થઈ રહેલા પ્રચાર પ્રસારે ઠંડી ની મોસમ માં ગરમાટો લાવી દીધો હતો. દરમ્યાન આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામો માં ત્રણેય પેનલ પૈકીઅનિલ જોશીની પેનલને બહુમતી મળી હતી. કુલ પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો સહિત કુલ ૨૧ સદસ્યોની કમિટીની આ ચૂંટણી માં અન્ય પેનલના પણ અમુક સભ્યો ચૂંટાયા છે, પણ અનિલ જોશીની પેનલનો હાથ ઉપર રહ્યો છે.
ભુજ બાર એસોસિએશન ના નવા ચૂંટાયેલા સભ્યોના નામ આ પ્રમાણે છે. પ્રમુખ અનિલ છોટાલાલ જોશી, ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા, મહામંત્રી ગિરીશ નાનાલાલ ઝવેરી, સહમંત્રી અમિત અશ્વિનભાઈ ઠક્કર, ખજાનચી સંતોષસિંહ રામસિંહ રાઠોડ, લાયબ્રેરી સ્નેહલ કમલકાંત અંતાણી અને કારોબારી સભ્યો તરીકે કુલદીપ જીતેન્દ્ર મહેતા, મનીશ જેન્તીલાલ આદેચા, દીપેન હરેશ જોશી, દીપ્તિ અમિત ચંદે, યજ્ઞેશ પ્રભુલાલ શર્મા, વિવેકસિંહ રાણુંભા જાડેજા, હિતેન્દ્ર કિશોરચંદ્ર અંતાણી, ભગીરથસિંહ નાગભા રાણા, રાજેન્દ્ર બંસીલાલ સેજપાલ, વિપુલ દીનેશચંદ્ર કનૈયા, નીતિન રમેશભાઈ ઠક્કર, રાજેશ માણેકભાઈ ગઢવી, સંદીપ ખેંગારભાઈ ચાવડા, સાવિત્રી રામકુમાર જાટ, મીતા કાંતિભાઈ સોલંકી આમ કુલ ૨૧ જણા ની કારોબારી હવે ભુજ બાર એસોસિએશનની બાગડોર સંભાળશે.