મુંબઇથી ગાંધીધામ (કચ્છ) આવતા ડાક-પાર્સલ ના ટ્રકમાંથી મોરબી અણીયારી ટોલનાકા પાસેથી જંતુનાશક દવાની આડમાં છુપાવેલો ૬૫૧ પેટી વિદેશી દારૂ આર.આર.સેલે પકડી પાડ્યો છે વિદેશી દારૂ બોટલ નં. ૭૦૧૯,તથા બિયર ટીન નં. ૧૫૮૪ મળી કુલ ૩૪ લાખનો મુદ્દામાલ પોલિસે જપ્ત કર્યો છે મોરબી જીલ્લાના અણીયારી ટોલનાકા પાસેથી થર્ટી ફસ્ટની ઉજવણી માટે ડાક-પાર્સલના ટ્રકમાં જંતુનાશક દવાની આડમાં વિદેશી દારૂ છુપાવી રાખ્યો હોવાની બાતમીના આધારે આર.આર.સેલની ટીમે ટ્રક રોકાવી તલાશી લેતા ટ્રકમાંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ – ૭૦૧૯ તથા બીયર ટીન નંગ – ૧૫૮૪ ટ્રક-૧, મોબાઈલ ફોન-૧ મળી કુલ રૂ.૩૪,૧૪,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે પોલિસે આપેલી વિગતો મુજબ આ જથ્થો કચ્છ જઇ રહ્યો હતો આગામી દિવસોમાં 31st ની ઉજવણી થનાર હોય જે અન્વયે સંદીપ સિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ, આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળા તથા તેમની ટીમને કડક વાહન ચેકીંગ કરવા સુચના આપતા સેલની ટીમે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું એ દરમ્યાન આર.આર.સેલના એમ.પી.વાળાને ખાનગીરાહે હકિકત મળેલી કે મોરબી જીલ્લાના અણીયારી ટોલ નાકા પાસેથી એક ડાકપાર્સલના બંધ કન્ટેનરમાં ઇંગ્લીશ દારૂ ભરી નીકળનાર છે જેથી તે જગ્યાએ સ્ટાફના રામભાઇ મંઢ, રસીકભાઇ પટેલ, સુરેશભાઇ હુંબલ, કૌશીકભાઇ મણવરને મોકલી વાહન ચેકીંગ કરાવતા બાતમી વાળી ટ્રક નિકળતા ટ્રકના કન્ટેનરમાં મારવામાં આવેલ સીલ તોડી કન્ટેનર ખોલી ચેક કરતા કન્ટેનરમાં જંતુ નાશક દવાની આડમાં છુપાવી રાખેલી અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ- ૭૦૧૯ બીયર ટીન નંગ- ૧૫૮૪ જેની કિ.રૂ.૨૪,૧૪,૧૦૦/- તથા કન્ટેનર ટ્રકનં.પીબી-૦૩ -એકસ -૬૫૪૭ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ રૂ.૩૪,૧૪,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર વિરેન્દ્રસીંગ રાજદેવસીંગ રાજપુર રે. ફરીદાબાદ જી.સીતામઢી બીહાર વાળાની અટક કરી અને ટ્રક માલીક તથા મુંબઇથી ઇંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર મોબાઇલ નંબર વાળો માણસ તથા ગાંધીધામથી સદર માલ મંગાવનાર અને તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ માળીયા મી. પો.સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે રાજસ્થાન રૂટથી કચ્છ આવતો જથ્થો અનેક વાર ઝડપાયો છે પરંતુ લાંબા સમય બાદ આ રૂટ પરથી કચ્છ આવતો દારૂ નો જથ્થો પોલિસે પકડ્યો છે જો કે માળીયા પોલિસ સાથે કચ્છ પોલિસ માટે એ જાણવું પડકાર રહેશે કે ચુસ્ત દારૂબંધીની બોર્ડર રેન્જ આઇ.જીની નેમ વચ્ચે કચ્છમાં આટલો મોટો જથ્થો ઉતારવાનો પ્રયાસ કોણે કર્યો? જો કે અગાઉના ઝડપાયેલ આવા અનેક મોટા જથ્થાના કિસ્સામાં પોલિસ સહ આરોપી અને મુખ્ય બુટલેગર સુધી પહોંચી શકી નથી તેવામાં જોવું એ રહેશે કે કચ્છમાં દારૂ મંગાવનારનુ પોલિસ પગેરૂ શોધી શકે છે કે નહી?