પોલિસના ચુસ્ત દારૂબંધીના અમલ વચ્ચે દારૂ ઘુસાડવાના અને દારૂના સંગ્રહ કરવાના નવા નવા કિમીયા સાથે બુટલેગરો પોલિસને ચકમો આપી વ્યાપાર ધમધમતો રાખતા હોય છે પરંતુ કહેવાય છે ને કે પોલિસ પાતાળમાંથી પણ ગુન્હેગાર અને તેના ગુન્હાનુ પગેરૂ શોધી લે છે અને તેવુ જ કઇક થયુ છે રાપરના પ્રાગપર ગામે, એલ.સી.બી સ્ટાફને ચોક્કસ બાતમી હતી કે રાપરના પ્રાગપર ગામે ફુલેસરા સીમમાં એક ખેતરમાં આર.સી.સી ટાંકો બનાવી 3 જેટલા શખ્સોએ દારૂનો જથ્થો છુપાવ્યો છે અને તેનો વેપાર કરે છે જેથી પુર્વ કચ્છ એલ.સી.બીએ ત્યા દરોડો પાડ્યો હતો અને જમીનની અંદર બનાવેલા ટાંકામાંથી 72,900ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો આ સાથે મોટરસાઇકલ અને મોબાઇલ સહિત 1,59,400 નો મુદ્દામાલ પોલિસે કબ્જે કર્યો છે જો કે દારૂના આ જથ્થાના કિસ્સામાં ત્રણ વ્યક્તિના નામ સામે આવ્યા હતા જે પૈકી બે વ્યક્તિની પોલિસે ધરપકડ કરી છે જ્યારે એક શખ્સ મળી આવ્યો નથી પોલિસે દારૂના જથ્થા સાથે લાલજી રાઘુ કોલી અને હરેશ જેમલ કોલીની ધરપકડ કરી વધુ તપાસ માટે રાપર પોલિસને સોંપ્યા છે આરોપી એવુ માનતા હોય છે કે તેમની ગુન્હાખોરીના નવા કીમીયા કામ લાગી જશે પરંતુ પોલિસ હંમેશા ગુન્હેગાર કરતા એક ડગલુ આગળ ચાલી તેના મૂળ સુધી પહોંચતા હોય છે અને તેથીજ પ્રાગપર ગામે વાડીમાં પાતાળમા છુપાવેલ દારૂનો જથ્થો અને તેનો વેપાર કરનારા પોલિસની ગીરફ્તમા આવી ગયા છે. એલ.સી.બી પી.આઇ જે.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલિસે સચોટ બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી.