Home Current લાખો રૂપિયાનો માલ લઇ જતા કન્ટેનરનું લોકેસન માત્ર 145 રૂપિયામાં જાણી શકાશે

લાખો રૂપિયાનો માલ લઇ જતા કન્ટેનરનું લોકેસન માત્ર 145 રૂપિયામાં જાણી શકાશે

1453
SHARE

કેન્દ્ર સરકારની ભાગીદારીવાળી કંપની અને કંડલા પોર્ટે કન્ટેનર ટેગિંગની શરૂ કરેલી કામગીરી

દેશ વિદેશમાં આયાત નિકાસ થતાં માલની હેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવતાં કન્ટેનરનું લોકેશન હવે જાણવું સહેલું થયુ છે કચ્છમાંથી આવાગમન કરતા કન્ટેનરને લોકેટ કરવાની સિસ્ટમ કેન્દ્ર સરકારની ભાગીદારીવાળી કંપની અને કંડલા પોર્ટ દ્વારા બુધવારે વિધિવત રીતે શરૂ કરવામાં આવી હતી જેને કારણે હવે લાખો રૂપિયાનો માલ લઇ જતા કન્ટેનરનું લોકેશન માત્ર 145 રૂપિયામાં જાણી શકાશે લોજીસ્ટીક ડેટા બેંક સર્વિસનું કામ કરી રહેલી ડીએલડીએસ નામની અર્ધ સરકારી કંપનીએ કંડલા પોર્ટ સાથે મળીને કન્ટેનર ટેગિંગનું કામ શરૂ કર્યું છે કંડલા પોર્ટનાં ડેપ્યુટી ચેરમેન બિમલકુમાર ઝાએ કેઆઈસીટીની જેટી ઉપરથી રવાના થઇ રહેલા એક કન્ટેનર ઉપર ટેગ ચોંટાડીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો તેમની સાથે કંડલા પોર્ટના ટ્રાફિક મેનેજર તથા ડેપ્યુટી કનજરવેટર ઉપરાંત જન સંપર્ક અધિકારી ઓ.પી.દાદલાણી ઉપસ્થિત રહ્યાં હતાં. કન્ટેનર ટેગિંગનું કામ કેવી રીતે થશે તેં અંગે DLDS કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુરજીત સરકારે જણાવ્યું હતુ કે, ટોલનાકાઓ ઉપર તેમની કંપનીના ટેગને રીડ કરવાની સિસ્ટમ ગોઠવવામાં આવેલી છે જેને લીધે કન્ટેનર ક્યા પહોંચ્યું તેં જાણી શકાશે બહુ જ નોઁમિનલ કહી શકાય એટલી કિંમતમાં આ સેવાનો લાભ મળશે શિપિંગ મંત્રાલયના આદેશ પ્રમાણે આ પ્રકારની સિસ્ટમ વર્ષ 2016માં JNPTથી શરૂ કરવામા આવી હતી ગુજરાતમાં મુન્દ્રા અને હજીરા પોર્ટ ઉપર આ સેવા ચાલુ થઇ ગઇ છે દેશના મોટાભાગના બંદરો ઉપર આ સિસ્ટમ કાર્યરત છે કંડલા ઉપરાંત અન્ય બે પોર્ટમાં આ સિસ્ટમ સ્ટાર્ટ થઇ નહતી જે આજે ચાલુ થઈ છે જેેથી હવે ગુમ થઇ જતા કન્ટેનર પણ શોધી શકાશે ચોરી અથવા અન્ય કારણોસર પોર્ટમાં આવતા કે જતા કન્ટેનરની ઘટના વખતે આ સિસ્ટમ ઉપયોગી બનશે ટોલ ટુ ટોલ રીડર સિસ્ટમ હોવાને કારણે ચોક્કસ લોકેશન નહીં મળે પણ કન્ટેનર કઇ દિશામાં ગયું છે તેનો ખ્યાલ જરૂર આવશે ખાસ કરીને કચ્છમાં આવાગમન કરતા ટ્રકને લોકેટ કરવામા આ વ્યવસ્થા ઉપયોગી સાબીત થશે.