Home Current નવા વર્ષના પહેલા દિને કચ્‍છ સાથે ‘રાષ્‍ટ્રીય એકતા’નો તાર જોડતો એક પોસ્‍ટકાર્ડ...

નવા વર્ષના પહેલા દિને કચ્‍છ સાથે ‘રાષ્‍ટ્રીય એકતા’નો તાર જોડતો એક પોસ્‍ટકાર્ડ કલેકટર રેમ્‍યા મોહનને મળ્યો

2074
SHARE
કચ્‍છથી કન્‍યાકુમારી સુધી ભારતની રાષ્‍ટ્રીય એકતા અને અખંડિતતાના અદ્દભૂત દર્શન થાય છે. દેશના દક્ષિણ છેક છેવાડે આવેલ કન્‍યાકુમારીના કલેકટરે તાજેતરમાં કચ્‍છ જિલ્‍લા કલેકટર શ્રીમતી રેમ્‍યા મોહનને કન્‍યાકુમારી મેઇનલેન્‍ડ ખાતેથી ઐતિહાસિક ‘ત્રવનકોર અંચલ’ રજવાડી પ્રતિક ઉપસાવેલા પણ એક પોસ્‍ટકાર્ડ પોસ્‍ટબોક્ષનાં ઉદ્ઘાટન કરવાના પ્રસંગ મોકલ્‍યો હતો, જે જોગાનુજોગ આજે ૨૦૧૯ના નવા વર્ષના પ્રથમ દિવસે જ મળવાથી કચ્‍છ સાથે ‘રાષ્‍ટ્રીય એકતા’નો તાર જોડતો એક સંદેશ પણ કચ્‍છની જનતાને જાણે મળ્યો છે. જિલ્‍લા કલેકટર શ્રીમતી રેમ્‍યા મોહને આજે મળેલ આ પત્ર દર્શાવતાં જણાવ્‍યું હતું કે, કન્‍યાકુમારીના જિલ્‍લાના કલેકટરશ્રી તરફથી પાઠવેલ ખાસ પોસ્‍ટકાર્ડ દ્વારા કચ્‍છની જનતા વતી મળેલ છે અને કચ્‍છની જનતા વતી ખૂબ આભાર માનીએ છીએ. આ પોસ્‍ટકાર્ડ રાષ્‍ટ્રીય એકતાનો પ્રતિક છે, જે ભારતના ઉતર-દક્ષિણ-પૂર્વ અને પશ્‍ચિમ છેડે જનતાને પરસ્‍પર જોડતી ભારતની ‘રાષ્‍ટ્રીય એકતા’ ના તાણા-વાણાંના એક તાર સમાન છે. કચ્છ જિલ્‍લા કલેકટર શ્રીમતી રેમ્‍યા મોહન દ્વારા કચ્‍છીમાડુંઓ વતી પત્ર પાઠવવા બદલ કન્‍યાકુમારીના જિલ્‍લા કલેકટરને આભારની લાગણી વ્‍યકત કરાઇ છે.
ઉલ્‍લેખનીય છે કે, ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ની સોનેરી ફળશ્રુતિ ધરાવતો આ પોસ્‍ટકાર્ડ આધુનિક સંચાર યુગમાં પણ પત્ર લેખનની વિસરાઇ ગયેલી કળાને ફરીથી જીવંત કરવાની આશા દર્શાવી જાય છે. ભારતની એકતા-અખંડિતતાના તારની જેમ સમગ્ર ભારતની જનતાના પ્રેમ અને ભાઇચારાના તાર વધુને વધુ મજબૂત બની સંગીતના સુર બની સતત ગુંજતા રહેશે અને સમગ્ર વિશ્‍વને ‘એક ભારત-શ્રેષ્‍ઠ ભારત’ નો ચોકકસ સંદેશ પાઠવશે.
સ્ત્રોત-માહિતી બ્યુરો,ભુજ