યાદ છે ?…આનંદીબેનનુ મુખ્યમંત્રી પદ્દેથી રાજીનામુ આપવા સાથેજ ગુજરાત ભાજપનુ સુકાન કોને સોંપાશે તે અંગે અનેક અટકળો શરૂ થઇ હતી? અને છેલ્લે નાયબ મુખ્યમંત્રી એવા નિતીન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બને તે લગભગ નક્કી હતુ અને અચાનક તેમાં બદલાવ થયો અને મુખ્યમંત્રી તરીકે વિજયભાઇ રૂપાણી આવ્યા જો કે તેમના પદ્દગ્રહણ સમારોહથી લઇ અત્યાર સુધી અનેકવાર એવી ચર્ચા થઇ કે હવે ગુજરાત સરકારનુ સુકાન કોઇ અન્યને સોંપાશે જો કે દર વખતે તે માત્ર અફવાજ સાબિત થઇ અને સંવેદનશીલ મુખ્યમંત્રીની છાપ ધરાવતા વિજયભાઇ રૂપાણી જળવાઇ રહ્યા જો કે હવે દેશના અન્ય રાજ્યોના પરિણામો બાદ 2019ની લોકસભા ચુંટણી પહેલા ગુજરાત ભાજપનુ સુકાન વિજયભાઇ રૂપાણી પાસેથી છીનવાય તેવી અટકળો શરૂ થઇ છે. જો કે અહીં વાત કચ્છના પરિપેક્ષમાં કરવી છે. અને તેથીજ કચ્છમા પ્રવર્તતી લોકવાયકા અને કેટલાક સચોટ ઉદાહરણો જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કચ્છનો 4 તારીખનો પ્રવાસ કદાચ મુખ્યમંત્રી તરીકે તેમનો છેલ્લો પ્રવાસ તો નહી બને ને? તે પ્રશ્ર્ન થાય ચોક્કસ થાય
હવાઇ માર્ગે લખપત જનાર માતાનામઢ ન જાય તો લાંબો સમય સાશનમાં ટકે નહી એવી માન્યતા અને લોકવાયકાએ આ સવાલ સર્જ્યો છે
આમતો ટુંકા ગાળામા મુખ્યમંત્રી વિજયરૂપાણીનો કચ્છનો આ ત્રીજો પ્રવાસ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ તેઓ પણ કચ્છ પર અપાર લાગણી ધરાવે છે પરંતુ જેમ અગાઉ પ્રથમ લખપત મુલાકાત વખતે થયુ હતુ તે સૌ કોઇ જાણે છે મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છ બોર્ડરની મુલાકાતે આવ્યા જેમાં તેમના પહેલા પ્રવાસમા માતાનામઢ દર્શનની કોઇ શક્યતા હતી નહી પરંતુ અચાનક પ્રવાસ બદલાયો અને માતાનામઢ દર્શન માટે તેઓ ગયા જેના માટે એવુ મનાય છે કે આ લોકવાયકા કારણભુત હતી જો કે તે પછીની તેમની મુલાકાતમા પણ તેઓ માતાનામઢ ગયા પરંતુ હવે જ્યારે 4 તારીખે ફરી તેઓ હવાઇ માર્ગે લખપત આવી રહ્યા છે ત્યારે તેમના પ્રવાસમા માતાનામઢ દર્શનનો કોઇ કાર્યક્રમ નથી જેથી ચર્ચા એવી છે કે શુ મુખ્યમંત્રી વિજયરૂપાણીનો આ મુખ્યમંત્રી તરીકેનો છેલ્લો પ્રવાસ હશે? કેમકે આ પહેલા આનંદીબહેન નારાયણસરોવર આવ્યા હતા ત્યારે તેઓ માતાનામઢ ન ગયા તો થોડા સમયમાંજ તેમનુ સાશન પુર્ણ થયુ અને વિજયભાઇ આરુઢ થયા આતો વાત થઈ માન્યતા અને લોકવાયકાની પણ અન્ય ચર્ચા અને સળવળાટ મુજબ ગુજરાત ભાજપનો આંતરીક ગરમાવો અને કુંવરજીભાઇનુ વધતુ કદ શુ સુચવે છે?
ગુજરાત ભાજપમા પણ બે જુથ છે તે પણ સૌ કોઇ જાણે છે પરંતુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવ્યા બાદ ગુજરાતના પ્રદેશ ભાજપના કેન્દ્રકક્ષાએ બેઠેલા કેટલાક નેતાઓની મુખ્યમંત્રી તરીકેની અફવાઓ અનેકવાર ફેલાઇ છે અને તે અંતે અફવાજ સાબિત થઇ છે પરંતુ જે રીતે વિધાનસભા ચુંટણીમાં અપેક્ષા મુજબના પરિણામો ન મળવા વિપક્ષ કોગ્રેસની વધતી શક્તિ અને 2019નો લોકોનો પ્રવાહ જોતા શક્યતા એવી છે કે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન આવે તો તાજેતરમાંજ સૌરાષ્ટ્રમાંથી કુંવરજીભાઇના વિજય પછીના દિલ્હી પ્રવાસ પછી ફરી ગુજરાતમાં નવાજુનીના એંધાણ છે ત્યારે ક્યાંક કચ્છની લોકવાયકા કે માન્યતા સાચી પણ ઠરે
આમતો લાંબા સમયથી અને ચોક્કસ સમયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી પદ્દેથી હટશે અને ગુજરાત ભાજપનુ સુકાન કોઇ અન્યને સોંપાશે તેવી અટકળો અને અફવાઓ ફેલાતી રહી છે જો કે દર વર્ષે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેને અફવાઓ સાબિત કરી મેદાનમાં ગાજતા રહ્યા છે ત્યારે 2019ની ચુંટણી હવે ભાજપ માટે કરો યા મરો ના જંગ સમાન છે તેવામાં 5 રાજ્યોના ચુંટણી પરિણામ પછી ભાજપ ગુજરાત કબ્જે કરવા કઇક નવો દાવ રમે તો નવાઇ નહી અને જો એવુ થાય તો કચ્છની લોકવાયકા તેના માટે નિમીત બની એમ પણ કહેવાશે.