Home Current અછતગ્રસ્ત કચ્છના બે લાખ ખેડૂતોને મળશે ૧૩ હજાર સુધી સબસીડી – પાણી,ઢોરવાડા...

અછતગ્રસ્ત કચ્છના બે લાખ ખેડૂતોને મળશે ૧૩ હજાર સુધી સબસીડી – પાણી,ઢોરવાડા માટે મુખ્યમંત્રીની મહત્વની જાહેરાતો

2278
SHARE
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોતાના એક દિવસના કચ્છના પ્રવાસ દરમ્યાન મહત્વ ની જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રી એ લખપત મધ્યે ગુરુદ્વારા ના વિકાસ કાર્યોનું અને ભુજ મધ્યે ભુજીયા ડુંગર ના વિકાસ કાર્યો ના ખાતમુહૂર્ત કર્યું હતું. તો, ભુજના ટાઉનહોલ મધ્યે ગરીબકલ્યાણ મેળામાં સાધનસહાય નું વિતરણ કર્યું હતું. જોકે, ભુજમાં કલેક્ટર કચેરી મધ્યે અછત ની સમીક્ષા બેઠક બાદ મીડીયા સાથે વાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ માટે મહત્વની જાહેરાતો કરી હતી.

ખેડૂતો ને રાજી કરશે સરકાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્તમાન અછતની પરિસ્થિતિમાં કચ્છના ૨ લાખ ખેડૂતોને મદદરૂપ બનવા ૨૪૬ કરોડ ₹ ફાળવ્યા હોવાની જાહેરાત કરી હતી. ૨ હેકટર થી ઓછી જમીન ધરાવનારા ખેડૂતો માટે ૬ હજાર ₹ અને ૨ હેકટર થી વધુ જમીન ધરાવનારાઓ માત્ર ૧૩ હજાર ₹ ની સહાય સરકાર આપશે. એક ખેડુત ને એક જ વખત સહાય મળશે જે રકમ સીધી તેના બેંક ખાતામાં જમા થશે. અલગ થી એફિડેવિટ કે સોગંદનામું કરવાનું નથી પણ માત્ર અરજીપત્રક માં આપેલ સાદા સોગંદનામાં માં જ સહી કરવાની હોવાનો ખુલાસો ખુદ મુખ્યમંત્રી એ કર્યો હતો. કચ્છ માં દરિયા ના ખારા પાણી માથી રોજ ૧૦ કરોડ લીટર પાણી મીઠું કરવાની યોજના માટે ૧૪ મી જાન્યુઆરીથી ટેન્ડર બહાર પાડવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે આ ડીસએલીનેસન પ્લાન્ટ મુન્દ્રા, માંડવી અથવા લખપત એ ત્રણ જગ્યાએ થી કોઈ પણ બે જગ્યાએ કાર્યરત થશે. જોકે, આ ડીસએલીનેશન પ્લાન્ટ બે વર્ષ પછી કામ કરતા થશે. અત્યાર સુધી બાવન ઢોરવાડા ને મંજૂરી આપી દીધી હોવાનું અને હજી પણ વધુ ઢોરવાડા ખોલવાની મંજૂરી આપવા સરકાર તૈયાર છે. નર્મદાનું પાણી આજે લખપત પહોંચ્યા છે આગામી સમય માં ગાંધીધામ નો ટપ્પર ડેમ નર્મદાના પાણી થી ભરાશે તે ઉપરાંત જરૂરત પડ્યે પાણી નો જથ્થો પણ સરકાર વધારશે. અછત માં રોજગારી આપવા પણ સરકાર મક્કમ છે.

મુખમંત્રીએ મીડિયાને આપેલો પ્રતિભાવ સાંભળવા નીચે આપેલા પ્લેયર પર ક્લિક કરો