Home Current કલેકટરની મનાઈ છતાંયે જંગીના દરીયામાં ચેરીયાનું નિકંદન – ભૂમાફિયાઓ પાસે વનતંત્ર,કંડલા પોર્ટ...

કલેકટરની મનાઈ છતાંયે જંગીના દરીયામાં ચેરીયાનું નિકંદન – ભૂમાફિયાઓ પાસે વનતંત્ર,કંડલા પોર્ટ લાચાર?

1360
SHARE
સામખીયાળી પાસે આવેલા જંગી ગામના દરિયાઈ વિસ્તારમાં નીકળી રહેલા ચેરીયાના નિકંદન સામે ફરી એક વખત કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન અને માછીમાર સમુદાયે અવાજ ઉપાડ્યો છે. બન્ને સંસ્થાઓ વતી મોકલાયેલી અખબારી યાદી માં ભીખાભાઇ રબારીએ કરેલ આક્ષેપ પ્રમાણે ગઇકાલે ૪ તારીખે શુક્રવારે લાણાવાળા બેટ ઉપર બે હિટાચી મશીન સાથે કેટલાક મજૂરો દરિયામાં ચેરીયાનું નિકંદન કાઢી રહ્યા હોઈ બન્ને સંસ્થાઓએ કલેકટરનું અને પૂર્વ કચ્છ નાયબ વનસંરક્ષક નું ધ્યાન દોરી ફરિયાદ કરી હતી. આ ફરિયાદ ને પગલે વનતંત્ર હરકત માં આવ્યું હતું અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન તેમ જ માછીમાર સમુદાયના પ્રતિનિધિઓ સાથે વનતંત્ર ની ટીમે લુણાવાડા બેટ પર પહોંચી હતી. વનતંત્ર ને નિહાળીને ત્યાં ચેરીયા કાપી રહેલા મજૂરો બે હિટાચી મશીન મૂકીને નાસી છૂટ્યા હતા. પણ, ફરીવાર આજે બીજા દિવસે શનિવારે ચેરીયા કાપવાનું શરૂ રહ્યું હતું. ભુમાફિયાઓ ને જાણે કોઈનો ડર ન હોય તેવી રીતે ચેરીયાઓનું નિકંદન કઢાઈ રહ્યું છે. આ દરિયાઈ વિસ્તાર કંડલા પોર્ટ ની હદ માં આવેલો છે, અને આથી અગાઉ કલેકટરે કંડલા પોર્ટ તેમ જ વનતંત્ર બન્ને ને ચેરીયાનું નિકંદન અટકાવવા માટે સૂચના આપેલી જ છે. આ મામલે દેશની સર્વોચ્ચ અદાલતે પણ પર્યાવરણ ની જાણવણી કરવા આદેશ કર્યો છે. માલધારી સંગઠન અને માછીમાર સમુદાયે વનતંત્ર તેમ જ કંડલા પોર્ટ ના અધિકારીઓ ની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમ જ કંડલા પોર્ટ સામે કાયદાકીય કાર્યવાહી ની, તો વહીવટીતંત્રનું ધ્યાન દોરવા જલદ કાર્યક્રમો સાથે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.