Home Current રાપરના પી.આઇની બદલીથી લોકોમાં નારજગી : બદલી અટકાવવાની માંગ સાથે લખ્યો પત્ર 

રાપરના પી.આઇની બદલીથી લોકોમાં નારજગી : બદલી અટકાવવાની માંગ સાથે લખ્યો પત્ર 

3347
SHARE
રાજ્યના 74 પી.આઇની ગઇકાલે થયેલી બદલી બાદ આજે પુર્વ કચ્છમાં પાંચ પી.આઇની આંતરીક બદલીના હુકમો પુર્વ કચ્છ પોલિસવડાએ કર્યા હતા. જેમાં મહત્વની બ્રાન્ચ સહિત ભારે ગુન્હો ધરાવતા પોલિસ મથકોના પી.આઇની આંતરીક બદલીના હુકમો થયા હતા જો કે બદલી સાથે વિરોધ પણ શરૂ થયો છે પુર્વ કચ્છમા કાયદો વ્યવસ્થા માટે જોખમી ગણાતા રાપર પોલિસ મથકના પી.આઇની બદલી સાથે રાપરમાં વિરોધ થયો છે રાપર પી.આઇ આર.એલ.રાઠોડની બદલી સાથે મોટી સંખ્યામા લોકો પોલિસ મથકે દોડી આવ્યા હતા રાપરની પ્રતિષ્ઠીત એવી ચેમ્બર ઓફ કોમર્સે પુર્વ કચ્છ જીલ્લા પોલિસવડાને પત્ર લખી રાપરના પી.આઇની બદલી અટકાવવા માંગ કરી છે તો સાથે ગૃહવિભાગ સુધી જઇ રાપરમા કાયદો વ્યવસ્થા સહિત ટ્રાફીક નિયમન અને કાયદો વ્યવસ્થા મજબુત કરવા માટે સારી કામગીરી કરનારા પી.આઇ રાઠોડની બદલી અટકાવવા માટે માંગ કરશે તેવુ ચેમ્બર ઓફ કોમર્સે એક પત્રમા જણાવ્યુ છે.

રાપરના બાળકોએ કહ્યુ હતુ આઇ.લવ યુ રાઠોડ સર

રાપરમા કાયદો વ્યવસ્થાની સ્થિતી સુધારવા સાથે પાલિકા સાથે શહેરમાં સી.સી.ટી.વી લગાવી કાયદો વ્યવસ્થા મજબુત કરવા માટે અંગત રસ લઇ પ્રજામાં પોલિસની સારી ઇમેજ ઉભી કરવામાં પી.આઇ આર.એલ.રાઠોડને સફળતા મળી હતી તો ચાઇલ્ડ સ્પેશીયલ રૂમ ઉભો કરી વિદ્યાર્થીઓના મનમાંથી પોલિસનો ડર કાઢવા સહિત વિવિધ કાર્યક્રમો થકી રાપરમા પોલિસની ઇમેજ સુધારનારા આર.એલ.રાઠોડની બદલીના સમાચારથી લોકોમાં નારાજગી સાથે રોષ ફેલાયો છે અને નિવૃત્તિના આરે ઉભેલા પી.આઇની બદલી રોકવા તેઓ ગૃહમંત્રાલય સુધી રજુઆત કરશે તેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઈ એમ.ઠક્કર તથા મંત્રી નિલેશભાઈ આર.માલિએ જણાવ્યુ છે.
સામાન્ય રીતે પોલિસ કનડગત કરતી હોય તેમના વિરૂધ્ધ પ્રજાનો રોષ હોય છે પરંતુ અહી ઉલ્ટીગંગા જોવા મળી અને રાપરના પોલિસ અધિકારીની બદલી સાથે લોકોમાં રોષ જોવા મળ્યો છે આમતો ભુતકાળમા ઘણા એવા અધિકારી હતા જેમને પ્રજાનો વિશ્ર્વાસ જીતી કાયદો વ્યવસ્થાનુ સામ્રાજ્ય સ્થાપ્યુ હતુ પરંતુ લાંબા સમય બાદ કચ્છમાં કોઇ એવા અધિકારી ચર્ચામા આવ્યા છે જેની બદલી રોકવા પ્રજા આગળ આવી હોય.