આપણાં જીવનમાં સારા પ્રસંગો તો આવતા રહે છે, અને આપણાં સ્નેહીજનો, પરિવારજનો ની સાથે આ પ્રસંગોની આપણે ખુશી અને આનંદપૂર્વક ઉજવણી કરીએ છીએ.પણ, આ પ્રસંગો ની ખુશી અને આનંદ ત્યારે વધુ બેવડાય છે, જ્યારે આપણે તેની ઉજવણી માં સામાન્ય ગરીબ પરિવારોને સામેલ કરીએ!! આવું જ કંઈક કર્યું અદાણી ગ્રુપના એક્ઝીક્યુટીવ ડાયરેકટર રક્ષિત શાહે !! આમ તો વાત અને પ્રસંગ નાનકડો છે, પણ તેની પાછળનો સંદેશ અને માનવીય સંવેદના આપણ ને સૌને સ્પર્શી જાય તેવી પ્રેરણાદાયી છે.
રક્ષિતભાઈ સાથે તેમનો પરિવાર પણ હતો
મુન્દ્રા અદાણી ગ્રુપ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ રવિવારે એકાએક મુન્દ્રા ના બરાયા રોડ ઉપર આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તાર માં પહોંચ્યા હતા. તેમની સાથે તેમનો પરિવાર પણ હતો. એકાએક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા મહેમાનો ને નિહાળીને શ્રમજીવી પરિવારો આશ્ચર્યચકિત થયા હતા!! પણ, તેમને વધુ આશ્ચર્યનો આંચકો એ જાણી ને લાગ્યો હતો કે, ઝૂંપડપટ્ટીમાં રહેતા ભૂલકાઓ સાથે રક્ષિતભાઈ સહપરિવાર પોતાના જન્મદિન ની ઉજવણી કરવા આવ્યા છે!! આ માનવીય સંવેદનાભર્યા પ્રસંગનું નિમિત્ત બન્યા હતા સેવાભાવી સામાજિક કાર્યકર રાજ સંઘવી અને તેમની જન સેવા સંસ્થા!!
નાના ગરીબ ભૂલકાઓ ની સાથે મળીને જ્યારે રક્ષિતભાઈએ પોતાના જન્મદિન ની કેક કાપી સૌ બાળકોનું મોં મીઠું કરાવ્યું હતું. ત્યાર બાદ રક્ષિતભાઈ ના પરિવાર દ્વારા ઝૂંપડપટ્ટી માં રહેતા આ નાના ભૂલકાઓને બાજરી ના રોટલા સાથેનું કચ્છી ભાણું અને મીઠાઈઓ સાથેનું ભાવતું ભોજન પીરસવામાં આવ્યું હતું. ભૂલકાઓ એ પણ મનભરીને જન્મદિવસની ઉજવણી ને માણી હતી. આ ઉપરાંત રક્ષિતભાઈ શાહ દ્વારા જન્મદિન પ્રસંગે મુન્દ્રા ના જરૂરતમંદ પરિવારોને જીવનવપરાશ ની રાશનકીટો અને ગરમ ધાબળા પણ આપવા માં આવ્યા હતા.જન સેવા સંસ્થા દ્વારા આયોજિત આ પ્રસંગે અદાણી ગ્રુપ ના પંક્તિ શાહ , દેવાંગભાઈ બારોટ, રમેશભાઈ આયડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સંસ્થાના રાજ સંઘવી, અસલમ માંજોઠી, ગિરીશ ઠક્કર, કપિલ ચોપરા, પ્રતીક શાહ, ભીમજી જોગી ઍ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. માનવીય સંવેદનાભર્યા આ હૃદયસ્પર્શી કાર્ય બદલ રક્ષિતભાઈ, તેમના પરિવારજનો અને મુન્દ્રા માં માનવતાની જ્યોત જલતી રાખનાર જન સેવા સંસ્થા ને અભિનંદન.