Home Current જેન્તીભાઇની હત્યા સાથે એક લડાકુ રાજનેતાની વિદાય : રાજકીય શોક સાથે કાલે...

જેન્તીભાઇની હત્યા સાથે એક લડાકુ રાજનેતાની વિદાય : રાજકીય શોક સાથે કાલે અંતિમવીધી

4418
SHARE
1 જુન 1964ના ખેડુત પુત્ર પુરૂષોત્તમ ભાઇ ભાનુશાળીના ઘરે પુત્ર રત્નરૂપે જેન્તીભાઇનો જન્મ થયો નાનપણથીજ ભણવામાં રસ ન દાખવનાર જેન્તીભાઇએ મુંબઇની વાટ પકડી વ્યવસાય કર્યો અને ગુજરાતના રાજકારણમા એક કદ મેળવ્યુ ચોક્કસ પડદા પાછળના તેમના સદકાર્યો ભાગ્યેજ ઉજાગર થયા છે. પરંતુ તેમના જીદ્દી સ્વભાવ અને કાર્યોને લઇને તેની ચર્ચા વધુ રહી છે. તેમ છતા કચ્છ નહી પરંતુ ગુજરાતમાં એક મોટાગજના નેતામા તેમણે સ્થાન મેળવ્યુ હતુ અને ભાજપને જેન્તીભાઇ સ્વરૂપે એક મોટી ખોટ પડી છે. જો કે તેમના મત વિસ્તાર ઉપરાંત સમગ્ર કચ્છમાં તેમના નિધનથી શોક છે. કેમકે જેન્તીભાઇએ આરોગ્ય સહિત શિક્ષણ અને સેવાના અનેક કાર્યો કર્યા છે. જે તેમના વ્યક્તિત્વને નજીકથી જાણનાર લોકો જ જાણે છે. કાલે અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમને અંતિમ વિદાય અપાશે.

બારદાનના વ્યવસાયથી મોટા વેપારી અને રાજનેતા સુધીની સફર

જેન્તીભાઇને નાનપણથીજ અભ્યાસમા રૂચી ન હતી અને તેથીજ ઘોરણ 9 માં નાપાસ થયા બાદ તેમને મુંબઇની વાટ પકડી હતી અને ત્યા બારદાનના વ્યવસાય સાથે તેઓ જો઼ડાયા હતા. ત્યાર બાદ લોટનુ કારખાનુ શરૂ કર્યુ અને જમીનના ઘંધામા તેજી સાથે તેમના જીવનમાં પણ તેજી આવી ગૌચર જમીન દબાણના મુદ્દે ચર્ચામા રહેલા જેન્તીભાઇ કચ્છમા મુંબઇ અમદાવામાં મોટી મિલ્કત ધરાવે છે. વિવાદ થતા બારદાન અને લોટનુ કારખાનુ બંધ કર્યુ પરંતુ જમીન વ્યવસાય સાથે ખનીજમાં તેમણે ખુબ સારી આવક મેળવી સાથે રાજકીય મોટા નેતાઓના માનીતા બની પોતાનુ રાજકીય કદ્દ પણ વધારતા ગયા રાજકીય કારકીદ્દીની શરૂઆત મોથારા પંચાયત બેઠક પરથી વિજય સાથે તેઓએ કરી અને ત્યાર બાદ અબડાસા બેઠક ભાજપને જીતાડી તેઓ મોદીની ગુડબુકમાં આવ્યા 2007થી2012 તેમનો રાજકીય સુવર્ણકાળ હતો કેમકે 2017થી12 તેઓ ધારાસભ્ય રહ્યા સાથે કચ્છ જીલ્લા ભાજપની કમાન પણ સંભાળી જો કે ત્યાર બાદ પણ તેઓ પાછા ન વર્યા અને રાજકીય ઉંચાઇ મેળવતા ગયા છબીલભાઇ સાથેના વિવાદ પહેલા ગુજરાત પ્રદેશ ભાજપે તેમને ઉપપ્રમુખ બનાવ્યા હતા. તો બોર્ડ નિગમમાં ચેરમેન તરીકે પણ તેમને સ્થાન મળતુ રહ્યુ.

આરોગ્ય શિક્ષણ અને પછાત વર્ગના કલ્યાણ માટે અનેક કાર્યો

પુત્રના મૃત્યુ બાદ રાજકીય રીતે અલીપ્ત થઇ ગયેલા જેન્તીભાઇ કુદરતની મારને સમજી ગયા હતા જો કે તે પહેલા પણ તેઓ સેવાકીય પ્રવૃતિ તો કરતાજ પરંતુ તે પછી નવરાત્રીમાં કીટ વિતરણ સાથે પરંપરા જાળવવા મદદ ભુજ હોય કે અમદાવાદ આરોગ્ય લક્ષી સેવા માટે ગામડાના લોકોને મદદ અને ગૌ સેવા માટે તેઓએ અનેક કાર્યો કર્યા તેમના મત વિસ્તાર એવા અબડાસામાં તેઓ સારા-ખરાબ પ્રસગોએ રાતના પણ પહોંચી જતા અને તેથીજ વિવાદો અને ચારિત્ર્ય અંગે તેમના પર ઉઠેલા સવાલો પછી પણ આજે તેમના સેવાકાર્યો થકી લોકોની આંખ ભીંજાઇ હતી અમદાવાદ સીવીલ હોસ્પિટલમા તેમની ભલામણ થકી અનેક આર્થીક પછાત લોકોના કામ થતા તો ગૌ સેવાની મદદ માટે તેમની સંસ્થા આગળ રહેતી ધાર્મીક કાર્યોમા પણ જેન્તીભાઇ હમેંશા સક્રિયા રહ્યા છે.

જેન્તીભાઇના જીદ્દી સ્વભાવે તેમની દુશ્મનો વધાર્યા

જેન્તીભાઇ આક્રમક સ્વભાવનુ વ્યક્તિત્વ હતા. અને તેથીજ તેમની સામે પડનાર દરેક વ્યક્તિ માટે તેઓ હમેંશા દુશ્મની કરી બેસતા તે પછી છબીલભાઇ હોય કે પછી તેમનીજ નજીકની ગણાતી મનીષા ગોસ્વામી અને તેનો પરિવાર હોય જો કે જેન્તીભાઇના જીદ્દી સ્વભાવ સાથે કેટલાક હિતેચ્છુઓની મદદથી તેઓ સંબધ સુધારતા પણ રહ્યા છે છબીલભાઇ સાથે પણ સમાધાનની અણી પર વાત પહોંચી હતી. જો કે છેલ્લે તે ન થયુ પરંતુ તેમના કોઇને પણ ગણકાર્યા વગરના આક્રમક સ્વભાવના પરચા તેમણે અનેકવાર આપ્યા છે. ક્યારેક ખુલ્લી છાતીએ તો ક્યારેક પીઠ પાછળ જ્યારે તેઓ પ્રમુખ હતા ત્યારે ભાજપના એક વિરોધ પ્રદર્શન દરમ્યાન વેપારીની દુકાનો પર પથ્થરો ફેંકવાને મામલે ચર્ચામા રહ્યા હતા આમ તેમનો એગ્રેસીવ સ્વભાવ જ તેમનો દુશ્મન નિકળ્યો
જાન્યુઆરી મહિનો આમપણ જેન્તીભાઇના પરિવાર પર ભારે રહ્યો છે. તેમના પરિવાર સાથે બનેલા ધણા દુખદ પ્રસંગોનો જાન્યુઆરી મહિનો સાક્ષી રહ્યો છે. જેમા જેન્તીભાઇની હત્યાએ વધુ એક ધટનાને ઉંમેરી છે. આજે તેમની હત્યાની કલ્પના પણ ન હતી અને તેથીજ કદાચ મોડે સુધી તેમના નજીકના વ્યક્તિઓ પણ તેમની હત્યાથી અજાણ રહ્યા જો કે ત્યાર બાદ કચ્છ અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો પ્રત્યક્ષ રીતે તેમના પરિવારના દુખમા સહભાગી થવા જોડાયા કેમકે વિવાદો,કથીત ગોટાળા અને રાજકીય ચડાવ ઉત્તાર વચ્ચે જેન્તીભાઇ પોતાનું અલગ અલગ સ્થાન ઉભુ કરી શક્યા હતા અને જે ખોટ સામાજીક રાજકીય રીતે ક્યારેય નહી ભરાય.