કંડલાથી કન્ટેનર નિગમ દવારા મેંગ્લોર, તુતીકોરીન અને કોચીન પોર્ટ માટે સર્વિસ આપશે
દેશના સૌથી મોટા મેજર પોર્ટ કંડલા દ્વારા કન્ટેનર કાર્ગો હેન્ડલ કરવામાં આવી રહ્યો છે તેમાં હવે કોસ્ટલ શિપિંગ દ્વારા પણ દેશના અન્ય પોર્ટને સાંકળવામાં આવશે. રેલવે મંત્રાલય હેઠળ આવતા ભારતીય કન્ટેનર નિગમ દ્વારા આ કન્સેપ્ટને અમલમાં લાવવાની સાથે ગુરૂવારે કંડલાથી કોસ્ટલ શિપિંગનો પ્રારંભ કરવામા આવ્યો હતો.દિલ્હીમાં રેલવે મંત્રી પીયૂષ ગોયલ તથા શિપિંગ મંત્રી નીતિન ગડકરીએ કંડલાથી કોસ્ટલ શિપિંગનાં જહાજને વિડિઓ કોન્ફરન્સથી ફ્લેગ ઓફ કરી રવાના કર્યું હતું.
કોંનકોંરં દ્વારા તેમની આ સેવા પ્રથમ વોયજ એટલે કે શિપને કંડલાથી તુતીકોરીન મોકલીને શરુ કરવામા આવી હતી. કંડલાથી તુતીકોરીન વીકલી શિપનું આવાગમન થશે કોસ્ટલ શિપિંગની આ સર્વિસ સ્ટાર્ટ કરવાનાં કાર્યક્રમમાં કન્ટેનર નિગમનાં એમડી, કસ્ટમ આયૂકત અગ્રવાલ, ઈંફ્કોના એમડી નારાયણ, કંડલા પોર્ટનાં ડેપ્યુટી ચેરમેન બિમલ કુમાર જહાં, કોનકોરના ચીફ જનરલ મેનેજર મધુકર રોત ઉપસ્થિત રહ્યાં હતાં.
શા માટે કોસ્ટલ શિપિંગ લાભદાયી ?
સડક અને રેલવે ઉપર હાલમાં કાર્ગો ટ્રાફિક વધું છે અને તેમાં કોસ્ટલ શિપિંગની સરખામણીમાં ખર્ચ પણ ઓછો આવતો હોય છે. માટે વ્યાપારીઓ કોસ્ટલ શિપિંગને પસંદ કરે છે.