આજકાલ સોસીયલ મીડીયામાં સામખીયાળીના એક આગેવાનના પુત્રનો વીડીયો ભારે ચકચાર સર્જી રહ્યો છે જેમાં તે બંધુક વડે પોતાનુ શક્તિ પ્રદર્શન કરી ફાયરીંગ કરી રહ્યો છે.તો તેની સાથે અન્ય એક શખ્સ પણ બંધુક સાથે દેખાય છે જો કે લોકો સુધી પહેચેલો વીડીયો પોલિસે સુધી પહોંચ્યો પરંતુ પોલિસે કોઇ એક્ટીવીસ્ટે અરજી કર્યા બાદ હવે અંતે તપાસ શરૂ કરી છે. જેનો વીડીયો વાયરલ થયો છે. તે સામખીયાળીના પુર્વ સરપંચ દયારામ મહારજના પુત્ર જયેશ મહારાજનો છે. કોઇ દુર્ગમ વિસ્તારમાં આ વીડીયો ઉતારાયો હોવાનુ દેખાય છે. જેમાં એક ફોટોમાં જયેશ મહારાજ બે આધુનીક બંધુક સાથે દેખાય છે. તો વીડીયોમાં તે ફાયરીંગ કરતો નઝરે પડે છે. અને એજ વીડીયોમાં અન્ય શખ્સ પણ બંધુક સાથે ફરતો દેખાય છે. જો કે આ વીડીયો અને અગાઉ પણ કચ્છમાં ચર્ચીત બનેલા ફાયરીંગના વીડીયો એ પણ અંગુલી નિર્દેશ કરે છે. કે શા માટે આડેધડ હથિયારના લાઇસન્સ ઇસ્યુ કરાય છે.
શુ થશે હવે પોલિસ તપાસમાં
આ અંગે જ્યારે સામખીયાળી પોલિસ મથકના પી.એસ.આઇ ગઢવી સાથે વાત કરતા તેને જણાવ્યુ હતુ કે વીડીયો મામલે અરજી કરી છે. અને હથિયાર જમા કર્યા બાદ આગળની તપાસ શરૂ કરાશે જો કે પોલિસ ભલે સ્વીકારતી ન હોય પરંતુ ફાયરીંગ કરનાર જયેશ મહારાજ પાસે હથીયારનુ લાઇસન્સ નથી.
પુર્વ સરપંચ પર અચાનક ધોંચ
આજે જે સરપંચ પુત્રનો વીડીયો વાયરલ થયો છે. તેના પુત્ર અગાઉ પણ અનેક વખતે અનેક કારણોસર ચર્ચામાં રહ્યા છે પરંતુ હજુ ગઇકાલેજ દયારામ મહારજનો મોટો પુત્ર જુગારમાં ઝડપાયો અને હવે ફયારીંગ મામલે લાંબા સમયથી વાયરલ વીડીયો મામલે અચાનક પોલિસે તપાસ શરૂ કરી