છેલ્લા ઘણા સમય થી કચ્છ માં ખનીજ માફિયાઓ ના ત્રાસ વધી ગયો છે. દાદાગીરી સાથે નિર્દોષ લોકો ઉપર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવો, ગોળીબાર કરી ભય ફેલાવવો, ધાક ધમકી કરવી આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે કચ્છ બોર્ડર રેન્જ ના આઈજી ડી. બી. વાઘેલાએ ખનીજ માફિયાઓ ને ડામવા પહેલ કરી છે. કચ્છ જિલ્લા બોર્ડર રેન્જ કચેરી ને હેલ્પ લાઇન દ્વારા લોકો ખનીજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરી શકશે. આઈજી ડી. બી. વાઘેલા ના જણાવ્યા પ્રમાણે બોર્ડર રેન્જ હેઠળ આવતા બનાસકાંઠા, પાટણ કે કચ્છના કોઈ પણ ગામડાઓ માં કોઈ ને પણ ક્યાંય ગેરકાયદે ખનીજ ની ચોરી, ખનીજ નું ગેરકાયદે પરિવહન, ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવતી દાદાગીરી ની વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ બોર્ડર રેન્જ પોલીસ ને ભુજ ઓફિસ ના લેન્ડ લાઇન નંબર 02832232335 તેમ જ મોબાઈલ નંબર 8238072100 ઉપર પોતાની ફરિયાદ કરી શકશે. ખાણ ખનીજ ખાતા માં રહેલી સ્ટાફ ની ઘટ હોઈ તેમ જ કાયદો અને વ્યવસ્થાને જાળવવાની જવાબદારી પોલીસની હોઈ પોલીસે આ પહેલ કરી હોવાનું આઈજી ડી. બી. વાઘેલા એ જણાવ્યું છે. તાજેતરમાં જ ખનીજ માફિયાઓ દ્વારા ભચાઉ તાલુકાના ચાન્દ્રોડી ગામે ખેતર માલિકો ઉપર થયેલા ગોળીબાર ની ઘટના, અંજાર ના વીડી ગામે ખનીજ માફિયાઓ દ્વાર બોલેરો ગાડી સળગાવી ને ગામ લોકો ને ડરાવવાની ઘટના ઉપરાંત નખત્રાણા વિસ્તાર માં વર્ચસ્વ જમાવવા માટે ખનીજ માફિયાઓ ન જૂથો વચ્ચે થતી જૂથ અથડામણ ના બનાવો ને લક્ષમાં લઈ ને પોલીસે અગાઉ પણ કાર્યવાહી કરી જ છે. પરંતુ, કાયદો હાથ માં લેતા ખનીજ માફિયાઓ વિરુદ્ધ હવે હેલ્પ લાઇન ચાલુ કરાતા તેમના ઉપર લગામ તાણી શકાશે તેમ જ ખનીજ ચોરીના કિસ્સાઓ પણ અટકશે. જોકે, આઈજી કચેરી ની પહેલ ની જેમ હવે આરટીઓ કચેરી જો ઓવરલોડ સામે હેલ્પલાઇન શરૂ કરે તો ઓવરલોડ નું દુષણ પણ અકુંશ મ આવી શકે છે.
આઈજી એ આપ્યો હેલ્પલાઇન ની કામગીરી નો હિસાબ
આઈજી ડી.બી. વાઘેલાએ હેલ્પલાઇન વિશે જાણકારી પણ આપી છે. ગત તા/૩૦/૮/૨૦૧૮ ના બોર્ડર રેન્જ કચેરી ભુજ દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ હતી. જે હેલ્પલાઇન ને તા/૩૧/૧૨/૨૦૧૮ સુધીમાં ૧૮૪ ફરિયાદ મળી હતી. લોકો દ્વારા હેલ્પલાઇન અંતર્ગત મળેલી ફરિયાદ ના આધારે ઘણા કિસ્સામાં આઈજી કચેરી દ્વારા, ઘણા કિસ્સાઓ માં જે તે વિસ્તાર ના પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવાની સૂચના આઈજી કચેરી એ આપી હતી તો અમુક કિસ્સાઓ માં ફરિયાદ નીલ રહી હતી.