શહેરની સુખાકારી માટે વિવિધ યોજના બનાવતી પાલિકા બાકી વેરા મુદ્દે ઘણી વાર લાચર દેખાય છે જો કે માર્ચ મહિનામાં ટાર્ગેટ પુરો કરવા માટે પાલિકા મરણીયા પ્રયાસ કરે છે. અને તેથીજ માર્ચ મહિના પહેલા બાકી લેણા મુદ્દે લાબા સમયથી પાલિકાની નોટીસનો યોગ્ય જવાબ ન આપતી ભુજની આભા હોટલ સહિત વિવિધ મોટા મિલ્કતધારકોને સીલ કરવાનુ પાલિકાએ નક્કી કર્યુ હતુ. જે પૈકી ભુજની આભા હોટલને આજે પાલિકા સીલ મારવા પહોંચી હતી. પરંતુ તે સીલ કર્યા વગર જ પરત ફરી હતી. બન્યુ એવુ હતુ કે પાલિકાએ 20 લાખ જેટલી રકમ મિલ્કત વેરો અને વિવિધ ટેક્ષ પેટે આભા હોટલને ભરવા માટે કહ્યુ હતુ જે છેલ્લા પાંચ વર્ષથી બાકી હતા પરંતુ ભુજની નામાકીંત હોટલ તે ભરતી ન હતી જેથી પાલિકાએ કડક હાથે કામ લેવાનુ નક્કી કર્યુ અને નોટીસ બાદ હોટલ સીલ કરવાનુ આયોજન કર્યુ આજે પોલિસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ ત્યા સીલીંગની કામગીરી માટે પહોંચી હતી. પરંતુ આબરૂ બચાવવા માટે આભા હોટલે રૂપીયા 10 લાખ ઉપરની રકમ ભરી નાંખતા પાલિકાએ સીલીંગની કામગીરી મોકુફ રાખી હતી.
ભુજ પાલિકાના સત્તાધીસો છેલ્લે સુધી મક્કમ રહ્યા
આમતો ભુજમાં અનેક એવી મિલક્તો આવેલી છે જે લાંબા સમયથી પૈસા ભરતી નથી પાલિકા તેની સામે કડક હાથે કામ લેવા પ્રયાસો પણ કરે છે પરંતુ રાજકીય અને સામાજીક ભલામણો આવી કામગીરી થવા દેતી નથી જો કે આ વખતે પાલિકાના ટેક્ષ વિભાગના કર્મી અને ચીફ ઓફીસરે મક્કમ રીતે કામ લેવાનુ નક્કી કર્યુ હતુ. અને તેથીજ બાકી લેણા મુદ્દે હોટલ આભાની અનેક ભલામણો છંતા સીલીંગ કામગીરી જો ટેક્ષ ન ભરે તો કરવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ ભલામણ કામ ન લાગી અને મક્કમ રીતે પાલિકા તરફથી કાર્યવાહીએ વર્ષોના બાકી લેણા પાલિકા તીજોરીમાં જમા કરાવ્યા જો કે હોટલ આભા સિવાયની અન્ય બાકી લેણદારો સામે પણ પાલિકા આવી કડક કામગીરી કરશે.
ભષ્ટ્રાચાર અને વિવાદમાં ઘેરાયેલી રહેતી પાલિકા શહેરની સુખાકારી માટે અનેક કામો કરે છે તે ચોક્કસ છે પરંતુ જ્યારે ટેક્ષ કે બાકી લેણાની વાત આવે છે ત્યારે આમ નાગરીકોના મનમાં ચોક્કસ સવાલ હોય છે કે નાના લેણદારો પાસે પાલિકા ઢોલ નગારા સાથે કડક વલણ રાખે છે જો કે પાલિકાએ લોકોની આ માન્યતા આજે દુર કરી અને બાકી લેણા મુદ્દે મોટા હોટેલીયરો સામે પણ કડક વલણ દાખવ્યુ આશા રાખીએ પાલિકા આવી કામગીરી યથાવત રાખે.