Home Crime કાયદા-વ્યવસ્થા માટે જોખમી મુન્દ્રા-માંડવીના 10 શખ્સો 1 વર્ષ માટે 6 જીલ્લામાંથી તડીપાર 

કાયદા-વ્યવસ્થા માટે જોખમી મુન્દ્રા-માંડવીના 10 શખ્સો 1 વર્ષ માટે 6 જીલ્લામાંથી તડીપાર 

5567
SHARE
મારામારી,દારૂની રેલમછેલ અને લુખાગીરીના કિસ્સાઓમાં છેલ્લા થોડા સમયથી માંડવી-મુન્દ્રાનુ નામ મોખરે રહ્યુ છે. કાયદાનો જાણે ડર જ ન હોય તેમ કાયદો વ્યવસ્થાને જોખમી બની અનેક શખ્સોએ સામાન્ય સભ્ય સમાજ માટે ભયનુ વાતાવરણ ઉભુ કર્યુ હતુ જો કે અંતે પોલિસે વહીવટી તંત્રની મદદથી આવા શખ્સો સામે કાયદાનો કડક દંડો ફટકાર્યો છે આજે મુન્દ્રા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટે મુન્દ્રા માંડવી વિસ્તારમાં ચોક્કસ વિસ્તારોમા સામાન્ય નાગરીકો માટે ભયનુ વાતાવરણ સર્જનારા આવા 10 વ્યક્તિઓને તડીપાર કરતા હુકમો કર્યા હતા મેજીસ્ટ્રેટના હુકમ સંદર્ભે મુન્દ્રા માંડવી પોલિસ ટુંક સમયમાં તેમની ધરપકડ કરી તેમની સામે હદ્દપારીની કાર્યવાહી કરશે આ શખ્સો સામે થોડા સમયમાં ઘણા નાના-મોટા ગુન્હાઓ નોંધાયા છે ઉપરાંત સમાજ માટે જોખમીરૂપ તેમનો વ્યવહાર રહેતા પોલિસે તડીપારના હુકમો માટે મેજીસ્ટ્રેટ સમક્ષ દરખાસ્ત કરી હતી જે ગ્રાહ્ય રાખી આજે આ કાર્યવાહી થઇ હતી ઝડપાયેલા 10 શખ્સો કચ્છ,બનાસકાંઠા,પાટણ,રાજકોટ,મોરબી,અને સુરકેન્દ્રનગર જીલ્લામા 1 વર્ષ માટે પ્રવેશ કરી શકશે નહી જેની કાર્યવાહી ટુંક સમયમાં પોલિસ કરશે.

-તડીપારી થયેલા ગુન્હેગારો

(1) ગોપાલ ઉર્ફે મોકાડી પબુ ગઢવી રહે કાઠડા તા,માંડવી 
(2) ગોપાલ આસા ગઢવી રહે ધવલનગર માંડવી 
(3) અશોક સુફેક યાદવ રહે લેબર કોલોની શક્તિનગર મુન્દ્રા 
(4) સલુ ઉંમર કોલી રહે.છસરા તાલુકો મુન્દ્રા 
(5) ધિરજ ઉર્ફે ધોની અછેલાલ પ્રસાદ રહે ટુંડા તાલુકો મુન્દ્રા 
(6) હરિ હિરજી ગઢવી રહે.કોટાયા તાલુકો માંડવી 
(7) રામપપ્રેવશ લક્ષ્મણ બિહારી(શાહ) રહે મીઠ્ઠાણી કોલોની ધ્રબ મુન્દ્રા 
(8) આમુ ભચુ કોલી રહે દરસડી તાલુકો માંડવી 
(9) વિશ્રામ પુનસી ગઢવી રહે,બોરાણા વાડી વિસ્તાર માંડવી  
(10) કનકસિંહ ઉર્ફે કનુભાઇ ઉર્ફે કાનો પ્રતાપસિહ જાડેજા રહે શક્તિનગર ગઢસીસા